<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

કોરોના વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા આઈપીએલ ટીમ ‘રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ’ ખરીદવા માટે બોલી લગાવશે

પૂનાવાલાએ જણાવ્યું હતું કે આરસીબી આઈપીએલની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે અને તેઓ આગામી મહિનાઓમાં આ પ્રક્રિયામાં ભાગ લેશે

મુંબઈ : સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જાહેરાત કરી છે કે તેઓ આઈપીએલની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( આરસીબી ) ને ખરીદવા માટે બોલી લગાવશે.

 

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અદાર પૂનાવાલાએ પુષ્ટિ કરી હતી કે તેઓ આરસીબી માટે ‘મજબૂત અને સ્પર્ધાત્મક’ બોલી લગાવવાની યોજના ધરાવે છે.

 

આરસીબીના હાલના માલિક યુનાઈટેડ સ્પિરિટ્સ ટીમને વેચવા માટે વિચારી રહ્યા છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે આરસીબી આઈપીએલની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે અને તેઓ આગામી મહિનાઓમાં આ પ્રક્રિયામાં ભાગ લેશે. આ સમાચારથી ક્રિકેટ જગત અને બિઝનેસ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

(2:28 PM IST)