ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ભારે કરી! લગ્નના ૬ કલાક પછી વરરાજો પિતા બન્યોઃ દુલ્હને સુહાગરાતમાં બાળકીને જન્મ આપ્યો
સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો

રામપુર,તા.૨૭: ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકના લગ્ન થયા અને સુહાગરાતમાં તેની નવી દુલ્હનને પેટમાં દુખાવો થયો. સવાર થતાં તેણે એક નવજાત દીકરીને જન્મ આપી દીધો. સુહાગરાતના ખાલી ૬ કલાક બાદ દુલ્હન મા બનતા આ સમાચાર વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગયા. આ નજારો જોવા માટે ઘરની બહાર લાઈન લાગી ગઈ. હાલમાં રામપુરમાં આ ખબરની ચર્ચા ખૂબ થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના અઝીમનગર વિસ્તારની છે. પણ અહીં બે ગામ હાલમાં ખૂબ ચર્ચામાં છે. કુમ્હરિયા અને બહાદુરગંજ ગામ. વિગતવાર વાત કરીએ તો, કુમ્હરિયા ગામના એક યુવકનો સંબંધ બહાદુરગંજ ગામની એક યુવતી સાથે ૬ મહિના પહેલા નક્કી થયો હતો. સંબંધ નક્કી થયા બાદ ૧ વર્ષમાં લગ્ન થવાના હતા. પણ અચાનક ૨ દિવસ પહેલા યુવતી મુરસૈના ચોકીએ પહોંચી ગઈ અને પોતાના મંગેતર સાથે લગ્ન કરવાની જીદ પકડી. ચોકી પર તૈનાત પોલીસકર્મીઓએ યુવતીને જેમ તેમ કરીને સમજાવી ઘરે મોકલી દીધી, પણ શનિવારે યુવતી ફરી એક વાર પોલીસ ચોકીએ આવી પહોંચી અને લગ્ન કરાવી આપવાની જીદ પકડી. જે બાદ પોલીસે કુમ્હરિયા ગામના સરપંચ અફરોઝ અલી ખાન અને બહાદુરગંજ ગામના સરપંચ બબલૂને બોલાવ્યા. જ્યાં સરપંચની સાથે યુવક અને યુવતીના પરિવારના લોકો પણ આવી પહોંચ્યા અને સમાધાન કરી પોલીસ ચોકીએ લઈ ગયા. લગભગ રાતના ૮ વાગ્યે બંને પક્ષ વચ્ચે મામલો થાળે પડ્યો. પછી એક કલાક બાદ વરરાજો પોતાના પાંચ જાનૈયા લઈને સાસરિયામાં દુલ્હન લેવા ગયો.
પણ સુહાગરાત પર જે થયું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા. રાતના લગભગ ૧૨ વાગ્યે દુલ્હનને પેટમાં દુખાવો થયો તો પરિવારના લોકો ગભરાઈ ગયા. જે બાદ તાત્કાલિક રાતના સમયે નજીકમાં રહેતી એક મહિલા ડોક્ટરને ઘરે બોલાવી. મહિલા ડોક્ટરે દુલ્હનને જોતા પ્રાથમિક સારવાર કરી. રવિવાર સવારે વહેલી સવારે ઘરમાં કિલકારી ગૂંજી તો સનસનાટી ફેલાઈ ગઈ. પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે નવી દુલ્હને દીકરીને જન્મ આપ્યો છે.
સુહાગરાત પર દુલ્હન દ્વારા દીકરીને જન્મ આપવાની વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ. થોડી વારમાં આજુબાજુની મહિલાઓની ભીડ આ ઘરે જોવા આવવા લાગી. નવજાત બાળકને ખોળામાં લઈને વરરાજાએ આખા ગામમાં મીઠાઈ વહેંચી. સુહાગરાત પર આવી રીતે બાળકનો જન્મ થવાથી આ વિષય આખા ગામમાં ચર્ચામાં આવી ગયો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
