<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

લેબેનોનમાં ઈઝરાયેલનો વધુ એક મોટો પ્રહારઃ હિઝબુલ્લાહનો ટોચનો કમાન્‍ડર અલી ઠાર

અલી નુર હિઝબુલ્લાહના અત્‍યંત મહત્‍વના વ્‍યૂહાત્‍મક એકમોનું નેતળત્‍વ કરી રહ્યા હતા અને ઈઝરાયેલ પરના અનેક રોકેટ હુમલાઓના મુખ્‍ય સૂત્રધાર

નવી દિલ્‍હી, તા.૨૭: ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્‍ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈઝરાયેલ ડિફેન્‍સ ફોર્સ (આઈ.ડી.એફ.)ને મોટી સફળતા મળી છે. લેબેનોનના પાટનગર બેરૂતમાં કરવામાં આવેલા એક સટીક હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ સૈન્‍ય કમાન્‍ડર અલી નુર માર્યા ગયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયેલી સેનાના જણાવ્‍યા અનુસાર, અલી નુર હિઝબુલ્લાહના અત્‍યંત મહત્‍વના વ્‍યૂહાત્‍મક એકમોનું નેતળત્‍વ કરી રહ્યા હતા અને ઈઝરાયેલ પરના અનેક રોકેટ હુમલાઓના મુખ્‍ય સૂત્રધાર હતા.

આ હુમલો બેરૂતના દક્ષિણી ઉપનગરમાં થયો હતો, જે હિઝબુલ્લાહનો ગઢ ગણાય છે. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા મુજબ, મિસાઈલ હુમલા બાદ વિસ્‍તારમાં પ્રચંડ વિસ્‍ફોટ થયો હતો અને ઈમારતો ધ્‍વસ્‍ત થઈ હતી.હિઝબુલ્લાહ દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે અને તેઓએ બદલો લેવાની ચીમકી ઉચ્‍ચારી છે. આ ઘટના બાદ સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્‍યો છે અને બંને પક્ષે ભારે ગોળીબાર ચાલુ છે. અલી નુરનું મળત્‍યુ હિઝબુલ્લાહના ઓપરેશનલ કમાન્‍ડ માટે મોટો ફટકો માનવામાં આવે છે.

(2:25 PM IST)