News of Tuesday, 27th January 2026
હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ: ભારેથી અતિ ભારે વરસાદ અને હિમવર્ષાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર: મનાલી અને કુલ્લુમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ

રોહતાંગ પાસ અને અટલ ટનલના ઉપરના વિસ્તારોમાં ભારે બરફ પડી રહ્યો છે, જેના કારણે અનેક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા: આગામી ૨૪ કલાકમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા
ઉત્તર ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી સાથે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણ પલટાયું છે. ખાસ કરીને પર્યટન સ્થળ મનાલી, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ અને કિન્તૌરમાં સ્થિતિ વિકટ બની છે. ભારે હિમવર્ષા અને વરસાદની ચેતવણીને પગલે વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે મનાલી અને કુલ્લુ ખીણ વિસ્તારમાં આજે તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
તાજી વિગતો મુજબ, રોહતાંગ પાસ અને અટલ ટનલના ઉપરના વિસ્તારોમાં ભારે બરફ પડી રહ્યો છે, જેના કારણે અનેક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. નેશનલ હાઈવે-૩ અને હાઈવે-૩૦૫ પર બરફ જમા થવાથી રસ્તાઓ બ્લોક થયા છે. પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદીના પટથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
આગામી ૨૪ કલાકમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
