<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ઈરાનમાં લોહિયાળ સંઘર્ષ: સરકાર વિરોધી દેખાવોમાં મૃત્યુ આંક ૬૧૨૬ પર પહોંચ્યો, હોસ્પિટલોમાં મૃતદેહોના ખડકલા

ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવોએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. માનવાધિકાર સંગઠનો અને એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સીઓના તાજા અહેવાલ મુજબ, ઈરાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ભયાનક અત્યાચારો, દેખાવકારો ઉપર મશીનગન ફાયરિંગ અને ક્રેકડાઉનમાં મૃત્યુ પામનાર લોકોનો સત્તાવાર આંકડો ૬૧૨૬ ઉપર પહોંચી ગયો છે. આ આંકડામાં પ્રદર્શનકારીઓ ઉપરાંત સામાન્ય નાગરિકો અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અને બી.બી.સી. દ્વારા વેરિફાય કરાયેલા વિડીયોમાં હોસ્પિટલોની મોર્ગમાં મૃતદેહોના થપ્પા જોવા મળી રહ્યા છે. 

તહેરાન સહિતના મોટા શહેરોમાં હિંસા બેકાબૂ બની છે. ઈરાન સરકારે આ આંકડાને નકારી કાઢતા મૃત્યુ આંક ૩૦૦૦ ની આસપાસ હોવાનો દાવો કર્યો છે અને પ્રદર્શનકારીઓને 'દંગાખોરો' ગણાવ્યા છે. જોકે, જમીની હકીકત મુજબ સ્થિતિ બેહદ ગંભીર છે અને મૃત્યુઆંક હજુ પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે. અમેરિકા અને યુરોપના દેશોએ ઈરાન પર નવા પ્રતિબંધોની ચેતવણી આપી છે.

(11:17 AM IST)