<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

અમેરિકાના હાઉસિંગ માર્કેટમાં ૨૦૦૮ જેવી મંદીના ભણકારા: ફ્લોરિડા, ટેક્સાસ અને કેલિફોર્નિયામાં ભાવમાં મોટો ઘટાડો

વૈશ્વિક અર્થતંત્ર માટે ચેતવણીરૂપ સમાચાર અમેરિકાથી આવી રહ્યા છે. અમેરિકાના 'સન બેલ્ટ' રાજ્યો તરીકે ઓળખાતા વિસ્તારોમાં હાઉસિંગ માર્કેટ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. અહેવાલો મુજબ, ફ્લોરિડા, ટેક્સાસ અને કેલિફોર્નિયા હવે અમેરિકાના હાઉસિંગ ક્રેશના કેન્દ્રમાં છે. અમેરિકાના ૧૪ મુખ્ય મેટ્રો વિસ્તારોમાંથી ૧૨ વિસ્તારોમાં મકાનોના ભાવ ઘટી રહ્યા છે. ખાસ કરીને ટેક્સાસના ડલાસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, જ્યાં મધ્યમ વેચાણ કિંમતો એક વર્ષ અગાઉની સરખામણીમાં ૭.૬ (સાત પોઈન્ટ છ) ટકા જેટલી નીચે ગબડી છે.

ફ્લોરિડાનું હાઉસિંગ માર્કેટ, જે એક સમયે તેજીમાં હતું, તે હવે તૂટી રહ્યું છે. મિયામી, જેક્સનવિલે, ઓર્લાન્ડો અને ફોર્ટ લોડરડેલ જેવા શહેરોમાં ભાવ ઘટી રહ્યા છે. નિષ્ણાતો આ સ્થિતિને ૨૦૦૮ની મહામંદી સાથે સરખાવી રહ્યા છે. આર્થિક વિશ્લેષકોના મતે, આ માત્ર શરૂઆત છે અને હવે મંદી સ્પષ્ટ દેખાઈ રહી છે. અમેરિકન ડોલરનું મૂલ્ય બળજબરીથી ઘટાડવામાં આવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ આપેલું "બહુ પસ્તાશો" (બહુત પછતાઓગે) નિવેદન હવે સાચું પડતું દેખાઈ રહ્યું છે અને આગામી બે વર્ષ ત્યાં વસતા લોકો માટે કઠિન સાબિત થઈ શકે છે.

(1:45 PM IST)