<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

વિશ્વમાં તાંબાની ભીષણ અછત સર્જાશે: ૨૦૪૦ સુધીમાં માંગ સામે પુરવઠામાં ૧૦ મિલિયન ટનનો ખાડો પડવાની વકી

આગામી સમયમાં વિશ્વ તાંબા (કોપર) ની ગંભીર અછતનો સામનો કરવા જઈ રહ્યું છે. અંદાજો મુજબ, વૈશ્વિક અર્થતંત્રને વર્ષ ૨૦૪૦ સુધીમાં ૧૦ મિલિયન ટનની (એક કરોડ ટન) તાંબાની ખાધનો સામનો કરવો પડશે, જે વર્તમાન વૈશ્વિક માંગના લગભગ ૩૩ (તેત્રીસ) ટકા જેટલી છે. વર્ષ ૨૦૨૫માં તાંબાની માંગ ૨૮ મિલિયન ટન છે, જે વર્ષ ૨૦૪૦ સુધીમાં વધીને ૪૨ મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે.

આ માંગમાં વધારો મુખ્યત્વે એશિયામાં જોવા મળશે, જે કુલ વૃદ્ધિના ૬૦ (સાઠ) ટકા હિસ્સો ધરાવશે. આ વધારો ઈલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ના વધતા ઉપયોગ અને ગ્રીડ અપગ્રેડેશનને કારણે થશે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ડેટા સેન્ટર્સમાં તાંબાની માંગમાં ૧૨૭ (એકસો સત્તાવીસ) ટકાનો જંગી ઉછાળો આવશે, જે ૨૦૪૦ સુધીમાં ૨.૫ મિલિયન ટન થશે. બીજી તરફ, તાંબાનો પુરવઠો વર્ષ ૨૦૩૦માં ૩૪ મિલિયન ટનની ટોચ પર પહોંચ્યા બાદ ઘટવાની શરૂઆત થશે અને ૨૦૪૦ સુધીમાં ઘટીને ૩૨ મિલિયન ટન થઈ જશે. આમ, તાંબુ હવે પછીની વૈશ્વિક વ્યૂહાત્મક કોમોડિટી બની રહેશે.

(1:45 PM IST)