<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

જેએસડબલ્યુ સ્ટીલનું ૨ લાખ કરોડનું જંગી રોકાણ: ૨૦૨૬ બનશે 'મેટલ યર', સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ૫૦ ટકા વધારશે

ભારતીય ઉદ્યોગ જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેએસડબલ્યુ સ્ટીલ આગામી છ વર્ષમાં ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીનો ઉદ્દેશ્ય તેની ઉત્પાદન ક્ષમતામાં ૫૦ (પચાસ) ટકાનો વધારો કરવાનો છે. વિજયનગર પ્લાન્ટના વિસ્તરણ અને ઓડિશામાં નવા પ્રોજેક્ટ્સ દ્વારા કંપની આ લક્ષ્ય હાંસલ કરશે.

બીજી તરફ, બજારના જાણકારો વર્ષ ૨૦૨૬ને ધાતુઓ એટલે કે 'મેટલ' માટેનું વર્ષ ગણાવી રહ્યા છે. "મંકી એસ્ટ્રોલોજી" ના સંદર્ભ સાથે કરવામાં આવેલી આગાહી મુજબ, ૨૦૨૬માં મેટલ સેક્ટર ગર્જના કરશે. રોકાણ માટેનો ક્રમ સોનું (ગોલ્ડ) -> ચાંદી (સિલ્વર) -> તાંબુ (કોપર) -> એલ્યુમિનિયમ -> લોખંડ (આયર્ન) રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

(1:45 PM IST)