News of Tuesday, 27th January 2026
અમેરિકન અર્થતંત્ર પર 'કાગળના ડોલર' નું સંકટ: છેલ્લા ૫ વર્ષમાં ૮૦ ટકા ડોલર છપાયા હોવાનો દાવો

અમેરિકન અર્થતંત્રની મજબૂતી અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ, અસ્તિત્વમાં રહેલા તમામ ડોલરમાંથી ૮૦ ટકા ડોલર માત્ર છેલ્લા ૫ વર્ષમાં જ છાપવામાં આવ્યા છે. છેલ્લા ૮ વર્ષના સમયગાળામાં રાષ્ટ્રપતિ બાઈડને ૮ ટ્રિલિયન ડોલર અને ટ્રમ્પ શાસનમાં ૮ ટ્રિલિયન ડોલર છાપવામાં આવ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે આ રીતે નોટો છાપીને અમેરિકાને સુપરપાવર અને ડ્રીમ ઈકોનોમી તરીકે રજૂ કરવામાં આવે છે, જે વાસ્તવમાં એક 'મૃગજળ' સમાન છે. કોવિડ સમયે જાહેર કરાયેલા સ્ટિમ્યુલસ પેકેજ અને સતત નાણાં છાપવાની નીતિને કારણે આગામી સમયમાં ભયંકર નાણાકીય કટોકટી આવી શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
