કોલંબો બંદરે અદાણી ગ્રુપનો ડંકો: CWIT બન્યું શ્રીલંકાનું સૌથી પાવરફુલ અને કાર્યક્ષમ ટર્મિનલ
માત્ર 9 મહિનામાં સરકારી ટર્મિનલને પછાડ્યું: 1.6 મિલિયન ક્ષમતા સાથે CWIT એ રચ્યો નવો રૅકોર્ડ

કોલંબો : પાડોશી દેશ શ્રીલંકાના દરિયાઈ વેપારમાં ભારતના અદાણી ગ્રુપના સહયોગથી કાર્યરત કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) એ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025 ના વાર્ષિક રિપોર્ટ અનુસાર, CWIT કોલંબો બંદર પર સૌથી વધુ કાર્યક્ષમ ટર્મિનલ તરીકે ઉભરી આવ્યં્ છે. ખાસ વાત એ છે કે આ ટર્મિનલે શ્રીલંકા સરકાર હસ્તકના ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ (ECT) ને પ્રદર્શનની બાબતમાં ઘણું પાછળ છોડી દીધું છે.
સત્તાવાર આંકડાઓ મુજબ, CWIT એ એપ્રિલ 2025 માં જ પોતાની કામગીરી શરૂ કરી હતી, છતાં વર્ષના અંત સુધીમાં તેણે 7,17,226 TEUs (કન્ટેનર એકમો) નું પ્રભાવશાળી હેન્ડલિંગ કર્યું છે. તેની સામે શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી સંચાલિત ECT માત્ર 5,00,000 TEUs સુધી જ પહોંચી શક્યું હતું. આ સફળતા દર્શાવે છે કે અદાણી-જોન કીલ્સ હોલ્ડિંગ્સના કન્સોર્ટિયમ દ્વારા અપનાવવામાં આવેલી ખાનગી ઓપરેશનલ કુશળતાએ શ્રીલંકાના લોજિસ્ટિક્સ સેક્ટરમાં ક્રાંતિ લાવી દીધી છે.
CWIT અત્યારે તેની ફેઝ-1 ની કુલ ક્ષમતાના આશરે 90 ટકા જેટલો ઉપયોગ કરી રહ્યું છે, જે તેની મજબૂત ઉત્પાદકતાનો પુરાવો છે. નિષ્ણાતો માને છે કે અદાણી પોર્ટ્સ દ્વારા લાવવામાં આવેલી આધુનિક ટેકનોલોજી અને કાર્યક્ષમતાને કારણે કોલંબો હવે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ટ્રાન્સશિપમેન્ટ હબ બનવા તરફ અગ્રેસર છે. આ સફળતા બાદ શ્રીલંકામાં હવે વધુ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ માટે રસ્તો સાફ થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
