<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

છેક ૨૦૨૭ સુધી H-1B વીઝા માટે ઇન્‍ટરવ્‍યુ-સ્‍લોટ ઉપલબ્‍ધ નથી

ટ્રમ્‍પ પ્રશાસનના કડક વલણને કારણે ભારતીય પ્રોફેશનલોની મુશ્‍કેલી વધી

નવી દિલ્‍હી તા.૨૮: ડોનલ્‍ડ ટ્રમ્‍પ પ્રશાસન હેઠળ અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલો નવી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. ભારતભરના અમેરિકન કોન્‍સ્‍યુલેટ્‍સે H-1B વીઝા-સ્‍ટેમ્‍પિંગ ઇન્‍ટરવ્‍યુ ૨૦૨૭ સુધી મુલતવી રાખ્‍યા છે, જેને કારણે હજારો લોકો માટે મુસાફરીનાં ટાઇમટેબલ અને નોકરીની યોજનાઓ ખોરવાઈ છે. દિલ્‍હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કલકત્તામાં વીઝા-ઑફિસો  હાલમાં નિયમિત ઇન્‍ટરવ્‍યુ-સ્‍લોટ માટે કોઈ ઉપલબ્‍ધતા બતાવતી નથી જેને કારણે અરજદારો પાસે થોડા વિકલ્‍પો બાકી છે.

ડિસેમ્‍બર ૨૦૨૫માં આ મુશ્‍કેલી શરૂ થઈ હતી. કારણ કે એ મહિના માટે નિર્ધારિત ઇન્‍ટરવ્‍યુને માર્ચ ૨૦૨૬માં ખસેડવામાં આવ્‍યા હતા. આ પછી એને ઓક્‍ટોબર ૨૦૨૬ સુધી મુલતવી રાખવામાં આવ્‍યા અને હવે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવ્‍યા છે જેને કારણે બેકલોગમાં વધારો થયો છે.

H-1B વીઝા સંદર્ભમાં ટ્રમ્‍પ પ્રશાસને ૨૦૨૫માં ૨૯ ડિસેમ્‍બરે સુધારેલા નિયમો બહાર પાડ્‍યા હતા. વાર્ષિક ક્‍વોટા ૮૫,૦૦૦ વીઝા છે. નવા માળખા હેઠળ હવે લોટરીમાં પગાર અને અનુભવનું સ્‍તર વધુ મહત્ત્વનું છે. લોટરી-વિન્‍ડો માર્ચની શરૂઆતમાં ખૂલવાની અપેક્ષા છે. સ્‍ક્રીનિગની કડક આવશ્‍યકતાઓને કારણે પ્રોસેસિંગ સમય પણ લંબાયો છે. 

(10:10 AM IST)