હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અરિજીત સિંહની નેટવર્થ ૪૧૪ કરોડ રૂપિયાઃ ૮ કરોડનો એપાર્ટમેન્ટ છે
અરિજીત સિંહ એક ૨ કલાકના લાઇવ કોન્સર્ટ માટે ૧૪ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છેઃ જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી ૨ કરોડ રૂપિયાથી શરૂ થાય છે : અરિજીત ભલે ચપ્પલ પહેરીને ફરતો જોવા મળે, પરંતુ તેનો પોર્ટફોલિયો ખૂબ જ મજબૂત છે

નવી દિલ્હી,તા.૨૮: અરિજીત સિંહને કોણ નથી ઓળખતું. તેણે દર્જનો ફિલ્મોમાં સેંકડો હિટ ગીતો આપ્યા છે. પરંતુ તેણે ફિલ્મોમાં પ્લેબેક સિગિગમાંથી સંન્યાસ લઈ લીધો. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલીવુડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મ કહાનીથી ઓછી નથી. ક્યારેક રિયાલિટી શોથી બહાર થયેલા અરિજીત આજે એક એવા મુકામ પર છે, જ્યાં તેના વગર બોલીવુડ ફિલ્મો અધૂરી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, પોતાના અવાજથી કરોડોના દિલ જીતનાર અરિજીતની કમાણી અને નેટવર્થ કેટલી છે? જાણકારો અનુસાર, ૨૦૨૬ની શરૂઆત સુધી તેની સંપત્તિએ નવો રેકોર્ડ બનાવી લીધો છે.
અરિજીતની કમાણીનો સ્ત્રોત માત્ર ફિલ્મો નથી, તેણે પોતાનું મ્યૂઝિક લેબલ ઓરિયન મ્યૂઝિક શરૂ કર્યું છે અને તે યૂટ્યૂબ તેમજ સ્પોટિફાઈ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પણ કરોડોની રોયલ્ટી મેળવે છે. ખાસ વાત એ છે કે, આટલી સંપત્તિ હોવા છતાં અરિજીત આજે પણ પોતાના ગામ જિયાગંજમાં એક સામાન્ય માણસની જેમ રહેવાનું પસંદ કરે છે, જે તેની સાદગીને દર્શાવે છે.
અરિજીત સિંહ આજે ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેડ સિગર છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, તેની કુલ નેટવર્થ ૪૧૪ કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ એક ૨ કલાકના લાઇવ કોન્સર્ટ માટે ૧૪ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી ૨ કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તે ફિલ્મોમાં એક પ્લેબેક સોંગ ગાવા માટે આશરે ૧૦ થી ૨૦ લાખ રૂપિયા લે છે. જો કે, ડિજિટલ રાઇટ્સ અને રોયલ્ટીને જોડીને આ કમાણી ખૂબ જ વધી જાય છે. અરિજીત સિંહ દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર આર્ટિસ્ટમાંથી એક છે. તેના સ્પોટીફાઈ પર આશરે ૧૫ કરોડથી વધુ ફોલોઅર્સ છે, જેનાથી તેને વર્ષે કરોડોની રોયલ્ટી મળે છે.
અરિજીત ભલે ચપ્પલ પહેરીને ફરતો જોવા મળે, પરંતુ તેનો પોર્ટફોલિયો ખૂબ જ મજબૂત છે. નવી મુંબઈમાં તેનો આશરે ૮ કરોડ રૂપિયાનો પોશ અપાર્ટમેન્ટ છે. આ ઉપરાંત પોતાના હોમટાઉન જિયાગંજમાં પણ ઘણું રોકાણ કર્યું છે. તેની પાસે શાનદાર કાર કલેક્શન છે. અરિજીત પાસે રેન્જ રોવર, મર્સિડીઝ અને હમર જેવી લક્ઝરી ગાડીઓ છે. જેની કિમત કરોડોમાં છે. તે સેમસંગ અને કોકો-કોલા જેવી મોટી બ્રાન્ડ સાથે જોડાયેલા છે. જેના દ્વારા તે વર્ષે ૫-૧૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે.
આટલી આવક હોવા છતાં અરિજીતની કમાણીનો એક મોટો ભાગ સમાજ સેવામાં જાય છે. તે એક એનજીઓ 'લેટ ધેર બી લાઇટ' ચલાવે છે, જે ગરીબ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કામ કરે છે. તે હંમેશા ચેરિટી માટે પણ શો કરે છે અને જિયાગંજમાં તેનું પોતાનું એક નાનકડું રેસ્ટોરન્ટ 'હેશેલ' પણ ખોલ્યું છે. જે તેના બિઝનેસનું વિઝન દર્શાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
