<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

નરેન્‍દ્રભાઇના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષથી સનાતન સંસ્કૃતિને મહત્‍વ આપનારી સરકાર ચાલી રહી છેઃ અમિતભાઇ શાહ

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનું ગાંધીનગર ખાતે ભગવાન શ્રી સ્‍વામિનારાયણ દ્વારા લિખિત ‘શિક્ષાપત્રી'ના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત ‘સમૈયો મહોત્‍સવ' ને સંબોધન : ‘સર્વજન હિતાય' નો સંદેશ આપનારી ‘શિક્ષાપત્રી' જીવનનું નૈતિક બંધારણ છે, યુવાનોએ તેનો અભ્‍યાસ કરવો જોઈએ

ગાંધીનગર : કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઇ શાહે  ગાંધીનગર, ખાતે ભગવાન શ્રી સ્‍વામિનારાયણ દ્વારા લિખિત શિક્ષાપત્રી ગ્રંથના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત સમૈયો મહોત્‍સવને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના ગળહ રાજ્‍ય મંત્રી  હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધિત કરતા  અમિતભાઇ શાહે જણાવ્‍યું હતું કે ભગવાન સ્‍વામિનારાયણના સમગ્ર વિશ્વ, દેશ અને ખાસ કરીને ગુજરાત પર અનેક ઉપકાર છે. તેમણે કહ્યું કે ભગવાન સ્‍વામિનારાયણે સમગ્ર ભારતની પગપાળા પરિક્રમા કરીને વર્ષો સુધી ગુજરાતમાં રહીને તેને કર્મભૂમિ બનાવી, અંગ્રેજોના શાસનમાં કુપ્રથાઓ અને વ્‍યસનથી પીડિત સમાજને ધર્મનો સાચો રસ્‍તો બતાવીને તેને સંગઠિત કરવાનું કાર્ય કર્યું. શ્રી શાહે કહ્યું કે શિક્ષાપત્રી ભગવાન સ્‍વામિનારાયણના મહત્‍વના યોગદાનમાંનું એક છે.

અમિતભાઇ શાહે કહ્યું કે ભગવાન સ્‍વામિનારાયણ અને તેમના સાથી સંતોએ વેદ, ઉપનિષદ, પુરાણ, બ્રાહ્મ ણ ગ્રંથ તથા રામાનંદી સંપ્રદાયના તમામ વૈષ્‍ણવ સાહિત્‍ય અને પુષ્ટિમાર્ગી સાહિત્‍યના સારને શિક્ષાપત્રીમાં સમાવીને લોકો માટે ઉપલબ્‍ધ કરાવ્‍યો. તેનાથી અનેક લોકોના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન આવ્‍યું.  ભગવાન સ્‍વામિનારાયણે બ્રહ્મ ની સાથે આત્‍માને જોડવાની પ્રક્રિયાને સરળ બનાવી. તેમણે ગુજરાતમાં વ્‍યાપક વિચરણ કર્યું, સ્‍વયં અનેક મંદિરોનું નિર્માણ કર્યું તથા સમગ્ર દેશમાં ભ્રમણ કરીને અંતે અહીં ગુરુની સાથે કાયમી ધોરણે નિવાસ કર્યો અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી.

 ભગવાન સ્‍વામિનારાયણે સનાતન પરંપરા, ભારતની હજારો વર્ષ જૂની સાંસ્‍કળતિક ચેતના તથા સમાજમાં અનુશાસનના મહાન સંદેશને સ્‍થાપિત કરવાનું કાર્ય કર્યું.

આજના યુવાનોએ શિક્ષાપત્રીનો ધ્‍યાનપૂર્વક અભ્‍યાસ કરવો જોઈએ. આ માત્ર ધર્મ માટે નથી, પરંતુ જીવનને સુચારુ રીતે ચલાવવા અને વિવાદોથી મુક્‍ત કરવા માટે છે.

તેમણે કહ્યું કે સ્‍વામિનારાયણ ભગવાનના શ્‍લોકો યુવાનો માટે અત્‍યંત ઉપયોગી સાબિત થશે. આ ૨૧૨ શ્‍લોકોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભક્‍તિ અને વ્‍યવહારનું શિક્ષણ છે.

શિક્ષાપત્રી ચરિત પર ખૂબ જ સુંદર તથા આધુનિક ટેકનોલોજીવાળું પ્રદર્શન રજૂ કરવામાં આવ્‍યું છે. તેનાથી ચોક્કસપણે નવી પેઢીને સત્‍સંગના મર્મને સમજવાની પ્રેરણા મળશે. તેમણે કહ્યું કે શિક્ષાપત્રી એક રીતે જીવનનું નૈતિક બંધારણ છે.

અમિતભાઇએ વધુમાં જણાવેલ કે,  આ સમારોહમાં અનેક પ્રકારના સંદેશાઓ આપવામાં આવ્‍યા હતા, જેમાં ગો-ગ્રીન અભિયાન, ઝીરો પ્‍લાસ્‍ટિકનો સંકલ્‍પ તથા સૌર ઊર્જાનો ઉપયોગ મુખ્‍ય છે. આ તમામ સંદેશાઓ પળથ્‍વીનું આયુષ્‍ય વધારવા માટે છે. તેમણે કહ્યું કે માનવજાતનું જીવન વધારવું હોય તો પળથ્‍વીનું જીવન વધારવું અનિવાર્ય છે, અને પળથ્‍વીનું જીવન વધારવું હોય તો પર્યાવરણનું સંરક્ષણ કરવું આવશ્‍યક છે.

 અમિતભાઇએ અંતમાં જણાવેલ કે, ે આઝાદી પછી સનાતન સંસ્‍કળતિના અનેક સંપ્રદાયોના અનુયાયીઓ રાહ જોતા હતા કે કોઈ એવી સરકાર આવે જે સનાતન સંસ્‍કળતિને મહત્‍વ આપે. તેમણે કહ્યું કે છેલ્લા ૧૧ વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીજીના નેતળત્‍વમાં એક એવી જ સરકાર ચાલી રહી છે, જેના શાસનમાં અયોધ્‍યામાં ભગવાન રામના મંદિરનું પુનઃનિર્માણ થયું અને આજે મંદિર પર ધર્મ ધ્‍વજ લહેરાઈ રહ્યો છે. મોદીજીએ કાશ્‍મીરને દેશથી અલગ કરવાની વાત કરનારી કલમ ૩૭૦ ને પણ સમાપ્ત કરી. ટ્રિપલ તલાકને ખતમ કર્યા અને કોમન સિવિલ કોડની શરૂઆત પણ થશે.

યોગ, આયુર્વેદ, ગૌ-સેવા તથા અનેક તીર્થોラબદ્રીધામ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલ અને હવે સોમનાથラનો પુનરોદ્ધાર આ ૧૧ વર્ષોમાં શરૂ કરવામાં આવ્‍યો. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો કે હવે સંતોના આશીર્વાદથી દેશમાં કયારેય એવું શાસન નહીં આવે જેનાથી સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય.  (તસ્‍વીર : નિમિષ ગણાત્રા, ગાંધીનગર) 

(12:21 PM IST)