News of Wednesday, 28th January 2026
ક્વિક કોમર્સનો કાળો ચહેરો: ૧૦ મિનિટમાં ડિલિવરીના ચક્કરમાં યુવાનો ગુમાવી રહ્યા છે જીવ

ભારતમાં બ્લિન્કિટ, ઝેપ્ટો અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવી કંપનીઓ વચ્ચે ‘૧૦ મિનિટ ડિલિવરી’ ની રેસ જીવલેણ સાબિત થઈ રહી છે. નોઈડામાં નોકરીના પહેલા જ દિવસે ૧૮ વર્ષના ડિલિવરી બોયનું મોત થતા ગંભીર સવાલો ઉભા થયા છે.
ઝડપી સુવિધા મેળવવાની લ્હાયમાં આપણે કોની જિંદગી દાવ પર લગાવી રહ્યા છીએ? અલ જઝીરાના અહેવાલ મુજબ, બિહારથી આવેલા ૧૮ વર્ષીય અંકુશે સ્વિગી સાથે જોડાઈને કામ શરૂ કર્યું હતું. નોકરીના પહેલા જ દિવસે ગ્રાહક સુધી ૧૦ મિનિટમાં ગ્રોસરી પહોંચાડવાના દબાણ અને ટ્રાફિક વચ્ચે અંકુશનું કાર અકસ્માતમાં કરૂણ મોત થયું હતું.
હાલમાં દેશના ૪૩ કરોડ મધ્યમ વર્ગીય લોકો સુધી પહોંચવા માટે ઝોમેટો, બ્લિન્કિટ, ઝેપ્ટો, ફ્લિપકાર્ટ મિનિટ્સ અને એમેઝોન તેઝ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. કંપનીઓ દાવો કરે છે કે તેઓ રાઈડર્સ પર દબાણ નથી કરતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે નિર્ધારિત સમયમાં ઓર્ડર ન પહોંચે તો પેનલ્ટી અને રેટિંગ ઘટવાનો ડર રાઈડર્સને જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર કરે છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
