News of Wednesday, 28th January 2026
અરિજીત સિંહની રેસ્ટોરન્ટમાં મળે છે ૪૦ રૂપિયામાં ભરપેટ જમવાનું
સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે

મુંબઇ, તા. ર૮ : અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગને અલવિદા કહેતા ફેન્સ નારાજ થઈ ગયા છે. સિંગરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ વાતની જાણ કરી છે. ભારતીય ફિલ્મ સંગીતના સૌથી જાણીતા અરિજીત સિંહને વર્ષોથી લોકોને અઢળક પ્રેમ મળી રહ્યો છે. જો કે આ સિંગરની લાઇફમાં મોટો ચેન્જિસ હોઈ શકે છે. આજના આ સમયમાં સૌથી પસંદીદા સિંગર્સમાંથી એક અરિજીત સિંહ છે. પરંતુ બહુ ઓછાં લોકો જાણે છે કે અરિજીત સિંહની એક રેસ્ટોરન્ટ છે જેમાં ૪૦ રૂપિયામાં ભરપેટ ખાવાનું મળે છે.
જાણો અરિજીત સિંહની રેસ્ટોરન્ટ વિશે
બોલિવૂડના અનેક સેલિબ્રિટીની રેસ્ટોરન્ટ લાઇનમાં પહેલાંથી છે. શિલ્પા શેટ્ટી, અનુષ્કા શર્મા, સુનિલ શેટ્ટી અને મલાઇકા અરોરા સહિત અનેક કલાકારોની રેસ્ટોરન્ટ છે, જેમાં બહુ મોંઘુ જમવાનું મળે છે. આ કલાકારોએ ખૂબ ફેન્સી અને એલીટ ક્લાસને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ ખોલી છે, પરંતુ અરિજીત સિંહ આમાંથી એક અલગ જ છે. આમ, તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે અરિજીત સિંહની એક રેસ્ટોરન્ટ છે જે સામાન્ય લોકો અને ગરીબોને ધ્યાનમાં રાખીને બજેટ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. આ રેસ્ટોરન્ટમાં માત્ર ૪૦ રૂપિયામાં તમે ભરપેટ જમી શકો છો જે આની સૌથી મોટી ખાસિયત છે.
કયાં છે અરિજીતની રેસ્ટોરન્ટ
અરિજીત સિંહની રેસ્ટોરન્ટનું નામ ‘હેશેલ' છે, જે મુંબઇથી દૂર સિંગરના હોમટાઉન મુર્શિદાબાદમાં છે. અરિજીત સિંહની આ રેસ્ટોરન્ટ માત્ર સમાજ સેવા માટે ખોલવામાં આવી છે. ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવેલી આ રેસ્ટોરન્ટને કારણે લોકો અરિજીત સિંહના વખાણ કરી રહ્યાં છે. આમ, તો અરિજીત સિંહની આ હોટલ તેમના પિતા ગુરુદયાલ સિંહ હેન્ડલિંગ કરે છે, પરંતુ પોતે સિંગર પણ એક્ટિવ છે. અરિજીત સિંહની આ રેસ્ટોરન્ટમાં વેજ અને નોનવેજ એમ બન્ને પ્રકારનું જમવાનું મળે છે.
અરિજીતે ભલે ફિલ્મી મ્યુઝિકમાંથી સંન્યાસ લઈ લીધો હોય પણ તેનો સંગીત સાથેનો સંબંધ તૂટશે નહીં. સિંગરે જણાવ્યું છે કે ભગવાન મારા પર ખૂબ જ મહેરબાન છે. હું સારા મ્યૂઝિકનો ચાહક છું અને આગળ એક નાના કલાકાર તરીકે પોતાની જાત પાસેથી ઘણું શીખવા અને નવું કરવાની કોશિશ કરીશ. આપના સપોર્ટ માટે ફરી એક વાર ધન્યવાદ. તેનો મતલબ છે કે હવે કદાચ ઇન્ડિપેન્ડન્ટ મ્યૂઝિક અથવા પોતાના પ્રોજેક્ટ્સ પર ફોકસ કરશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
