BSNLનો મહા-ધડાકો: માત્ર 1 રૂપિયામાં મહિનો આખો અનલિમિટેડ કોલિંગ અને ડેટા! જલ્દી કરો, ઓફર પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી
નવા વર્ષની ખાસ 'ફ્રીડમ ઓફર' હેઠળ રોજનો 2GB હાઈ-સ્પીડ ડેટા અને 100 SMS પણ બિલકુલ મફત; જાણો કેવી રીતે મેળવશો આ લાભ

નવી દિલ્હી, તા. 28 : સરકારી ટેલિકોમ કંપની BSNL એ ખાનગી કંપનીઓને જોરદાર ટક્કર આપવા માટે એક એવી ઓફર રજૂ કરી છે કે જે સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. કંપની માત્ર ૧ રૂપિયાના રિચાર્જમાં આખા મહિના માટે મફત કોલિંગ અને ઇન્ટરનેટની સુવિધા આપી રહી છે. જો તમે મોંઘા રિચાર્જ પ્લાનથી પરેશાન છો, તો BSNLની આ 'ન્યૂ યર' સ્પેશિયલ ઓફર તમારા માટે લોટરી સમાન સાબિત થઈ શકે છે.
શું છે આ પ્લાનના ફાયદા?
માત્ર ૧ રૂપિયાના ખર્ચમાં ગ્રાહકોને દરરોજ ૨GB હાઈ-સ્પીડ 4G ડેટા મળશે. એટલે કે આખા મહિનામાં કુલ ૬૦GB ડેટાનો આનંદ માણી શકાશે. આ ઉપરાંત, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ ૧૦૦ ફ્રી SMSની સુવિધા પણ આપવામાં આવી છે. આટલી સસ્તી ઓફર ટેલિકોમ ઇતિહાસમાં કદાચ પહેલીવાર જોવા મળી રહી છે.
કેવી રીતે કરશો આ પ્લાન એક્ટિવેટ?
જો તમે BSNL ગ્રાહક છો, તો તમે 'MyBSNL' એપ અથવા BSNL સેલ્ફકેર પોર્ટલ પર જઈને "ફ્રીડમ ઓફર" (Freedom Offer) વિકલ્પ પસંદ કરી શકો છો. આ સિવાય યુઝર્સ BSNL ના સત્તાવાર USSD કોડ ડાયલ કરીને પણ આ ઓફરનો લાભ લઈ શકે છે. નવા ગ્રાહકો માટે કંપની ૩૦ દિવસ માટે મફત 4G સિમ પણ ઓફર કરી રહી છે.
ચેતવણી: ૩૧ જાન્યુઆરી છે છેલ્લી તારીખ!
ધ્યાન રાખશો કે આ ઓફર કાયમી નથી. BSNL ના જણાવ્યા અનુસાર, આ ખાસ સ્કીમ માત્ર ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી જ ઉપલબ્ધ છે. જો તમે આ સમયગાળામાં રિચાર્જ નહીં કરો, તો તમારે ફેબ્રુઆરી મહિનાથી મોંઘા પ્લાન લેવા પડશે. આ ઉપરાંત BSNL એ તેના ૨૨૫, ૩૪૭, ૪૮૫ અને ૨૩૯૯ રૂપિયાના પ્લાન પર પણ વધારાનો ડેટા આપવાની જાહેરાત કરી છે, જે પણ ૩૧ જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે.
તો મોડું ન કરો, આજે જ તમારું BSNL સિમ એક્ટિવેટ કરો અથવા પોર્ટ કરાવો અને આ સસ્તા રિચાર્જનો ફાયદો ઉઠાવો!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
