પાંચ વર્ષમાં મોંઘવારી ૨૧% વધી : સૌથી વધુ કર ચૂકવનારાઓને કોઈ રાહત ન મળી : સરકારે ૨૦૨૫-૨૬ના બજેટમાં ટેક્સ સ્લેબમાં ફુગાવાને સમાયોજિત કરીને સૌથી વધુ કરદાતાઓને રાહત આપવાનું વિચારવું જોઈએ : આ માટે, ૩૦ ટકાના મહત્તમ ટેક્સ સ્લેબ હેઠળ વાર્ષિક આવક મર્યાદા ઓછામાં ઓછી ૨૦ ટકા વધારીને ૧૮ લાખ રૂપિયા કરવી જોઈએ4:14 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારની શું હશે પ્રાથમિકતા: જાણો શું છે આગળની રણનીતિ : -ટ્રમ્પે કહ્યું કે દેશ ટૂંક સમયમાં પહેલા કરતા વધુ મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ બનશે. હું સાઉદી અરેબિયા અને ઓપેકને તેલની કિંમતો ઘટાડવા માટે કહીશ. જો તેલના ભાવ ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ સમાપ્ત થઈ જશે12:51 AM IST
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું- લોહયુગની શરૂઆત તમિલ જમીનથી થઈ હતી : 5,300 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં લોખંડનો ઉપયોગ સામાન્ય હતો. સ્ટાલિને કહ્યું કે ભારતીય ઉપખંડનો ઈતિહાસ હવે તમિલનાડુની અવગણના કરી શકે નહીં:મુખ્યમંત્રીએ અન્ના શતાબ્દી પુસ્તકાલય, કોટ્ટુરપુરમ, ચેન્નાઈ ખાતે પુરાતત્વ વિભાગ વતી 'લોખંડની પ્રાચીનતા' પુસ્તકનું વિમોચન કર્યું12:39 AM IST
અમેરિકામાં 20 ફેબ્રુઆરી પહેલા બાળકો પેદા કરવાની રેસ શા માટે છે? ટ્રમ્પ સરકારના એક નિર્ણયથી મોટો ખળભળાટ : ટ્રમ્પએ આવતાની સાથે જ ઉતાવળા નિર્ણયો લેવાનું શરૂ કર્યું :એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ 150 વર્ષ જૂના નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા :ટ્રમ્પે જન્મજાત નાગરિકતાના અધિકારને ખતમ કરવાનો નિર્ણય લીધો : ઘણા પ્રવાસીઓમાં 20 ફેબ્રુઆરી પહેલા બાળકોને જન્મ આપવાની હોડ જામી 11:18 PM IST
અહિંસાના ખ્યાલને સુરક્ષિત રાખવા માટે ક્યારેક હિંસા "જરૂરી" હોય છે:આરએસએસના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીનું મોટું નિવેદન : પૌરાણિક ગ્રંથ મહાભારતનો ઉલ્લેખ કરીને કહ્યું કે પાંડવોએ અધર્મનો અંત લાવવા માટે યુદ્ધ લડ્યું હતું. નિયમોની અવગણના કરી:એ વાતનો ઇનકાર કરી શકાય નહીં કે અહિંસાનું તત્વ હિન્દુ ધર્મમાં સહજ છે ક્યારેક આપણે અહિંસાના ખ્યાલને બચાવવા માટે હિંસાનો આશરો લેવો પડે છે. 7:08 PM IST
પ્રેગ્નેન્ટ પત્નિના પેટ પર બેસીને ૨૧ વર્ષીય પતિએ ગળું દબાવ્યું ! ગર્ભમાંથી બહાર આવી ગયો ૭ માસનો ભ્રૂણ : હૈદરાબાદમાં એક યુવકે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી : જી હા...પત્નિને જીવનભર સાથ આપવાનું વચન આપનાર યુવક એટલો જાનવર બની ગયો કે તેણે ગર્ભવતી પત્નિના ગર્ભ પર બેસીને તેનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો10:32 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- પનામા કેનાલ લઈને જ રહીશું…પુતિને આપી ચેતવણી ‘હાથ પણ ના લગાવતા’ : અમેરિકાએ 1999માં આ કેનાલ પનામાને સોંપી હતી,ટ્રમ્પે કહ્યું કે, અમે પનામા કેનાલનો કબજો પાછો લેવા જઈ રહ્યા છીએડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- પનામા કેનાલ લઈને જ રહીશું…પુતિને આપી ચેતવણી ‘હાથ પણ ના લગાવતા’ : અમેરિકાએ 1999માં આ કેનાલ પનામાને સોંપી હતી,ટ્રમ્પે કહ્યું કે, અમે પનામા કેનાલનો કબજો પાછો લેવા જઈ રહ્યા છીએ : ટ્રમ્પે કહ્યું કે, અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, જે ના થવું જોઈએ. પનામાએ અમને આપેલું વચન તોડ્યું છે. અમારા કરારનો હેતુ અને અમારી સંધિની ભાવનાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યુ5:10 PM IST
Iphone અને Android પર અલગ ભાડું શા માટે? : ભારત સરકારે કેબ એગ્રીગેટર પાસેથી જવાબ માંગ્યો અલગ-અલગ ફોન યુઝર્સ માટે કિંમતો અલગ-અલગ કેમ ? તે અંગે ઓલા અને ઉબેર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી ફોનના આધારે એપનું ભાડું પણ અલગ હતુ જેથી CCPA દ્વારા નોટિસ જારી કરવામાં આવી અને કેબ સર્વિસ પાસેથી જવાબ માંગવામાં આવ્યો જો કે ઓલા અને ઉબેરે આ મામલે કોઈ જવાબ આપ્યો નથી4:33 PM IST
કુદરતની અજાયબીઃ કેનાઇમાં પાર્કનું હાચા ઝરણું4:34 PM IST
ભારતીય શેર બજારમાં BSE સેન્સેક્સ આજે 115.39 પોઈન્ટ (0.15%)ના વધારા સાથે 76,520.38 પર બંધ રહ્યો : NSE નો નિફ્ટી 50 પણ 50.00 પોઈન્ટના વધારા સાથે 23,205.35 પોઈન્ટ પર બંધ : આજે સેન્સેક્સ કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટના શેર મહત્તમ 6.66 ટકાના વધારા સાથે બંધ થયા,જ્યારે કોટક મહિન્દ્રા બેન્કના શેર મહત્તમ 1.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા4:32 PM IST
ભાગલપુરમાં મહિલાઓની કબરો ખોદાઇ : માથા ગુમ4:15 PM IST
ખેલો ઈન્ડિયા વિંટર ગેમ્સ ૨૦૨૫ ખુલ્લી મુકાઇ 3:42 PM IST
મહાકુંભ ૨૦૨૫: સંસ્કળતિ અને પ્રૌદ્યોગિકી સંગમ 4:11 PM IST
રવિવારે જામકંડોરણામાં શાહી સમુહ લગ્નોત્સવઃ ૫૧૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે : વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિમાં ટીમ જયેશ રાદડિયાનું આયોજનઃ કાલે રાત્રે રાસોત્સવ : લેઉવા પાટીદાર દીકરીઓને ફ્રીજ, ટીવી, સોફા વગેરે સહિત ૧૨૦ જેટલી વસ્તુઓની ભેટઃ દોઢ લાખથી વધુ લોકો માટે ભોજન વ્યવસ્થા : શાહી સમુહ લગ્નનું અકિલાને આમંત્રણ11:45 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૩૪10:39 AM IST
પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર જીવલેણ હુમલો: અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું :સોનુ-મોનુ ગેંગનું નામ ખુલ્યું : મોકામા બ્લોકના નૌરંગા-જલાલપુર ગામમાં કુખ્યાત ગુનેગાર સોનુ-મોનુ ગેંગે અનંત સિંહ પર ગોળીબાર કર્યો:મોકામાના પૂર્વ ધારાસભ્ય હુમલા થતા બચી ગયા :ફાયરિંગની ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું 9:38 AM IST
ફીજીના વડા પ્રધાન સિટેની લિગામામાડા રાબુકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'દુનિયાના બોસ' ગણાવ્યા: 'સબકા સાથ, સબકા વિકાસ' યોજનાની પ્રશંસા કરી : ધાનમંત્રી મોદી પ્રત્યે વૈશ્વિક સ્તરે પ્રશંસાનો આ વરસાદ તેમને અને તેમના નેતૃત્વને એક મજબૂત વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરે છે:મોદીના નેતૃત્વમાં, ભારત માત્ર આર્થિક મહાસત્તા તરીકે જ નહીં, પરંતુ એક પ્રેરણાદાયી રાષ્ટ્ર તરીકે પણ ઉભરી આવ્યું છે.9:57 PM IST
પોલીસે ગંગા પૂજા દરમિયાન ભક્તોને માર માર્યો: યુવકનો પગ ભાંગી ગયો:ગ્રામજનો દ્વારા ચક્કાજામ:કાર્યવાહીની માંગ : ફર્રુખાબાદ પોલીસે ગંગાજીની પૂજા દરમિયાન ભક્તોને નિર્દયતાથી માર્યા જેમાં એક યુવકનો પગ તૂટ્યો અને ઘણા લોકો ઘાયલ થયા:પોલીસ પર દાગીનાની લૂંટનો પણ આરોપ:ગુસ્સે ભરાયેલા ભક્તોએ ગંગા પુલને બ્લોક કરી દીધો11:31 PM IST

જન્મજયંતિ

ચક્કાજામ.....

ડીમોલેશન......

વિરોધ પ્રદર્શન

પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ
અકિલા સોશ્યિલ મીડિયાકેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અંદાજિત ₹૬૫૧ કરોડના કુલ ૩૭ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યું : અ.મ્યુ.કો.અને લોકસભા વિસ્તારોના પ્રજાજનોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ: ડ્રેનેજ, વોટર, રોડ, બ્રિજ, હાઉસિંગ, વેજીટેબલ માર્કેટ, તળાવ, બિલ્ડીંગ, શ્રમ સુવિધા કેન્દ્ર સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું8:00 PM IST
હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મૂકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છે:ગૃહમંત્રી અમિતભાઇ શાહ : ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ:ભારતના પ્રાણ પ્રશ્નો અને વર્ષોથી નિલંબિત સમસ્યાઓનું સમાધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષમાં આવ્યું:મહાકુંભ મેળો સમરસતા અને એકતાનો સંદેશ આપે છે: અમિતભાઇ શાહ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેશજી (ભૈયાજી) જોશીએ માર્ગદર્શન આપ્યું6:31 PM IST
ગુજરાતથી અગ્રીમ રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરશેઃ ભૂપેન્દ્રભાઇ : GSPC તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા CSR અંતર્ગત ૬૦૭ આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશેઃ મુખ્યમંત્રી દ્વારા ઇ-શુભારંભ ;આંગણવાડીઓના લાભાર્થીઓને ગુણવતા યુકત પોષણ અને શિક્ષણ આપી વિકસીત ગુજરાત થકી વિકસીત ભારતનું નિર્માણ કરીશુઃ ભાનુબેન1:21 PM IST
9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો : એપ્રિલ 2000થી અત્યારસુધીમાં રાજ્યએ મેળવેલ કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહના 86% છેલ્લા એક દાયકામાં નોંધાયું : નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભર્યું : એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતને 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે છેલ્લા 24 વર્ષોમાં ગુજરાતમાં આવેલા કુલ 67.16 અબજ ડોલરના 86% : એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતમાં 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો, જે આ સમયગાળા દરમ્યાન દેશમાં આવેલા કુલ 492.27 અબજ ડોલરના FDI ઇક્વિટી ઇન્ફ્લોના 11.7% :નાણાંકીય વર્ષ 2023-24ની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ છ મહિનામાં ગુજરાતનો FDI ઇક્વિટી ઇન્ફ્લો અનુક્રમે 2.29 અબજ ડોલરથી વધીને 3.95 અબજ ડોલર (72.5% વૃદ્ધિ) થયો, જે 45.4%ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે 3:37 PM IST
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRC દ્વારા અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના ૧ર:૩૦ કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓ લંબાવવા નિર્ણય : તા.રપ અને ર૬મીએ આ લંબાવેલ સમય દરમ્યાન મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે3:41 PM IST
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ :ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે6:36 PM IST
રાજકીય રીતે ખૂબ મહત્ત્વની એસીબી, આઇબી, સીઆઇડી ક્રાઇમ માટે અમિતભાઈ કોનાં પર કળશ ઢોળશે? : દોઢ દિવસના ગુજરાત રોકાણમાં કાલે કેન્દ્રીય ગૃહમંત્રીનાં એકાદ કાર્યક્રમ હોવાથી આઇપીએસ અધિકારી અને પોલીસ તંત્રમાં હોટ ટોપિક :ગત મુલાકાત સમયે ચાણકય સાથે મુખ્યમંત્રીની અધુરી રહેલ ચર્ચાઓ પછી સરકારના માપદંડમાં ફિટ બેસતા આઇપીએસની પસંદગી થવાની હોવાથી ભારે ઉતેજના3:17 PM IST
દીકરીઓને વધુને વધુ શિક્ષિત કરવાના અવીરત પ્રયાસોના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો : ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના પરિણામે દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના ઉદ્દેશથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું'તુ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ3:57 PM IST
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ઉચ્ચ શિક્ષણ કમિશ્રનરશ્રીની કચેરી ના સહયોગથી, SAMARTH પ્લેટફોર્મના અસરકારક સંચાલન પર આઈ.આઈ.ટી.ઈ. ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો : IITE વાઇસ ચાન્સેલર-પ્રો. આર.સી. પટેલ અને રજીસ્ટ્રાર ડૉ. અનિલ વરસાત હાજર : વદનસિંહ બોડાણા, સંયુક્ત નિયામક, પ્રો. મુકેશ કુમાર મેહલાવત, દિલ્હી યુનિવર્સિટી દર્શનભાઈ મારુ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા માર્ગદર્શન 3:39 PM IST
આખરે ICICI બેંક મેનેજર પાસેથી લંૂટાયેલ ૧ કરોડ ૧૭ લાખ હર્ષ સંઘવી હસ્તે પરત કરાયા.. બેંક મેનેજમેન્ટ આફ્રિન : સમગ્ર ગુજરાત અને બેન્કિંગ જગતમાં ચકચારી બનેલ મામલામાં એસપી જયદીપસિંહ જાડેજા ટીમની સરાહનીય કામગીરી :૧૨ કલાકમાં વાયરલ ઘટનાનો ભેદ ઉકેલનાર મહીસાગર એસપી અને ટીમ દ્વારા સિધ્ધિઓની હારમાળા સર્જવામાં આવી4:30 PM IST
લોધીકાના માખાવડમાં કલેકટરનું જબરૂ ઓપરેશનઃ ૧૦૦ કરોડની જમીન ખુલ્લી : GIDCને ફાળવાયેલ ર૧ એકર જમીન ઉપર ખેતી-ફેન્સીંગ-ઓરડીઓ-મકાનોનું દબાણ હતું: મામલતદાર કૃષ્ણકુમાર સિંહે બુલડોઝર ફેરવી દીધું : ૧ વર્ષથી દબાણ હતું: પ૦થી વધુનું પોલીસ દળ રખાયું: રૂરલ પ્રાંત ચક્રવર્તી દોડી ગયાઃ ફાયર બ્રિગેડ-જીઇબીની ટીમો બોલાવાઇ3:10 PM IST
રાજકોટના ૯૭ વિસ્તારમાં જંત્રી દર વધારવા કલેકટરને અરજીઓ : રંગીલા શહેરમાં ઉલ્ટી ગંગા વહેતા પ્રભવ જોષી અને સ્ટેમ્પ ડયુટીનું તંત્ર ચોંકી ઉઠયાઃ આખુ લીસ્ટ બનાવાયુ : રાજકોટ કલેકટર-સ્ટેમ્પ ડયુટી સમક્ષ ઓફલાઇન-૪૯ર તો ઓનલાઇન-૪૧૮ સહિત કુલ ૯૧૦ વાંધા અરજીઓ આવી : ઓફલાઇન વાંધા અરજીઓની ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુઃ અધિકારી સૂત્રોનો નિર્દેશ વધારા સામેના વાંધાઓમાંથી ૮૦ ટકા વાંધાઓ નીકળી જાય તેવા છે4:07 PM IST
બજાર દરોનો વાસ્તવિક અભ્યાસ કરો અને બજાર દરોના ૯૦ ટકા પર જંત્રી દર નકકી કરોઃ IOVનો કલેકટરને વિસ્તૃત પત્ર : ઇન્સ્ટીટયુટ ઓફ વેલ્યુએશને પત્રમાં જણાવ્યું: ઘણા કિસ્સાઓમાં જંત્રી બજાર કિંમતના પ૦ ટકા કરતા ઓછી હોવાનું જણાયું છે :દરો દર વર્ષે અપડેટ કરવા જરૂરીઃ સ્ટેમ્પ ડયુટી- ખર્ચના ચાર્જમાં ઘટાડો કરવો જરૂરી4:07 PM IST
ઓનલાઇન ગેમમાં નાણા ગુમાવતાં એમઆર નિકુંજનો આપઘાત : આર્થિક ખેંચ હોઇ લોન લેવા મામલે મિત્ર સાથે ફોનમાં વાત કર્યા બાદ પગલુ ભર્યુ અમીન માર્ગ ચિત્રકુટધામ સોસાયટીમાં બનાવઃ કથીરીયા પરિવારમાં કલ્પાંતઃ મૃતકના છુટાછેડા થઇ ગયા હતાં પરિવારના સભ્યો જામકંડોરણા રહે છેઃ પોતે રાજકોટ ભાડાના મકાનમાં રહેતો હતો1:29 PM IST
કેન્સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા ‘એક લાઈફ સ્ટોરી': કેન્સર પછીના સોનેરી જોડાણની સત્ય કહાનીઓ ‘કિંત્સુગી' : લેખિકા ઝરણાએ કેન્સરગ્રસ્તસ્ત્રીઓ વિશે અને કેન્સરને હરાવનાર યોધ્ધા વિશે બે પુસ્તકો ને શબ્દદેહ આપ્યો છે : પુસ્તક-૧: કિંત્સુગી ટેલ્સ, લેખિકાઃ ઝરણા, અક્ષરઃ શિરીષ મુંગરા, પંક્તિરોઃ ભારતી દિપક મહેતા, પ્રકાશક અને વિક્રેતાઃ કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટ આવૃતિઃ પ્રથમ ઓક્ટોબર ૨૦૨૪, પૃષ્ઠઃ ૧૨૦, કિંમતઃ રૂ. ૨૧૦ : પુસ્તક -૨ એક લાઇફ સ્ટોરી(કેન્સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા) લેખિકાઃ ઝરણા, અક્ષર :શિરીષ મુંગરા, કવરપૃષ્ઠ ડિઝાઇન : ફરીદા લોખંડવાલા, પ્રકાશક અને વિક્રેતાઃ કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટઆવૃતિઃ પ્રથમ ઓક્ટોબર ૨૦૨૪,પૃષ્ઠઃ૭૨ કિંમતઃ રૂ. ૧૩૦3:52 PM IST
રાજકોટ કેમીસ્ટ એસો. દ્વારા એજયુકેશન વર્કશોપ યોજાયોઃ ૩૧ માર્ચ પહેલા ચુંટણી : ફુડ એન્ડ ડ્રગના આસી. કમિશનર આર.એન. રામ દ્વારા એનડીપીસી કાયદો, ભાવ નિયમન આદેશ, ડ્રગ એન્ડ કોસ્મેટીકસ એકટ, જાદુઇ ઇલાજ ધારો, ટી.બી. મુકત ભારત વિગેરે સંદર્ભે વિસ્તૃત સમજ અપાઇ * કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને ઉપપ્રમુખ અનિમેષ દેસાઇ દ્વારા ઇ-કોમર્સ, ઇ-ફામર્સી, હેલ્ધી કોમ્પીટીશન વિષયે સેંકડો સભ્યોને જાગૃત કરાયા4:21 PM IST
અકિલા ન્યુઝ : ભક..ભક...ભક આવો અવાજ હવે કદાચ નહિ સંભળાય, તમે દારૂ..નશીલા પદાર્થ..અખાદ્ય ફૂડનો નાશ જોયો હશે પરંતુ રાજકોટ પોલીસ દ્વારા બુલેટના ફેન્સી સાઇલેન્સરનો નાશ કરાયો, બુટેલમાં ફેન્સી સાઇલેન્સર લગાવી ભડાકા કરતા લોકોના બુલેટ ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજે 350 ફેન્સી સાઇલેન્સરનો નાશ કરાયો હતો. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો : ખાસ ઝુંબેશ અંતર્ગત ૪૯૭ બૂલેટ ડિટેઇન કરાયા હતાં: જેમાંથી ૩૫૦ ચાલકો અસલી સાયલેન્સર સાથે હાજર થતાં કાર્યવાહીઃ બાકીના ૧૯૭ની જોવાતી રાહઃ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની હાજરીમાં શિતલપાર્ક ખાતે કાર્યવાહી2:45 PM IST
દિકરીએ કહ્યું આ મારો પ્રેમી છે...ને પિતાએ કાળઝાળ થઇ મંદિરમાંથી છરી લાવી ભોંકી દઇ પુરો કરી નાંખ્યો. : ઉપલેટાના ઇસરાથી રાજકોટ રેલનગરમાં પરણેલી પ્રેમિકાને મળવા આવેલા બે સંતાનના પિતા આસીફની પ્રેમિકાની નજર સામે જ હત્યા : પીજીવીસીએલના નિવૃત કર્મચારી ૬૫ વર્ષના રાજેન્દ્રભાઇ રાઠોડે દિકરીના પ્રેમીને છરી ઝીંકી પછી પોતાની જ કારમાં દવાખાને પહોંચાડવા પ્રયાસ કર્યોઃ ત્યાં ૧૦૮ આવી ગઇઃ પણ લોહી ખુબ વહી ગયું હોઇ આસીફનો જીવ ન બચ્યો હત્યાના આરોપી વૃધ્ધ પીજીવીસીએલના નિવૃત લાઇન ઇન્સ્પેક્ટર છેઃ પત્નિના અવસાન બાદ દિકરી-જમાઇને પોતાની સાથે રહેવા બોલાવ્યા'તા પીઆઇ પી. આર. ડોબરીયા, પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બોરીસાગર અને ટીમે આરોપીની અટકાયત કરીઃ છરી કબ્જે લેવા તજવીજ પરણેલાઓની પ્રેમકહાનીનો પ્રેમીની હત્યા સાથે આવી ગયો લોહીયાળ-કરૂણ અંત11:21 AM IST
શનિવારે રેસકોર્ષમાં ભવ્ય લોકડાયરોઃ તડામાર તૈયારીઓ : મહાનગરપાલિકા દ્વારા ‘પ્રજાસતાક પર્વ'ની ઉજવણીના ભાગરૂપે કિર્તીદાન ગઢવી તથા ધીરૂભાઇ સરવૈયા રંગ જમાવશે પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થળ મુલાકાત કરતા મનીષભાઇ રાડીયા, સુરેન્દ્રસિંહ વાળા અને અધિકારીઓઃ શહેરીજનોને આ કાર્યક્રમ માણવા પદાધિકારીઓનો અનુરોધ3:55 PM IST
આઝાદ ભારતના વિવિધ જ્ઞાતિ-જાતીને અનેકવિધ ધર્મમાં આસ્થાને શ્રધ્ધા ધરાવતા એકસો ચાલીસ કરોડ પ્રજાનો અતિ અમૂલ્ય ગ્રંથ બંધારણ :પ્રજાસતાક પર્વે બંધારણની આછેરી ઝલક-તખુભા રાઠોડ : ભારતને આઝાદી બાદ દેશને અનુરૂપ બંધારણ આપવાનું સુચન તે સમયના બ્રિટીશ વડાપ્રધાન મી.કેલમેન્ટનું હતું. વિશ્વના લોકશાહી દેશમાં અમેરિકાનું બંધારણ જુનુ છે. સને ૧૭૮૯ માં અમેરીકામાં બંધારણ અમલમાં આવેલ. ટચુકડા દેશ મોનાકોનું બંધારણ સૌથી નાનું છે. માત્ર ૩૮૧૪ શબ્દોમાં બંધારણ લખાયેલું છે. દેશની તમામ પ્રજાને અનુકુળ અમૂલ્ય બંધારણ મળે તે માટે દેશના વિવિધ ક્ષેત્રના ૨૪૮ તજજ્ઞોની એક બંધારણ સમીતીનું ગઠન કરવામાં આવેલ જેમાં ૧૫ સભ્યો, મહીલા હતી. આ સમીતીના પ્રમુખપદે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ને ડ્રાફટીંગ સમીતીના પ્રમુખપદે ડો.આંબેડકરે સેવા આપેલ બંધારણ સમીતીની રાત દિવસની સખ્ત મહેનતથી બંધારણને આખરી સ્વરૂપ આપવા ૨ વર્ષ ૧૧ મહિનાને ૧૮ દિવસનો સમય લાગેલ તે સમયે બંધારણ તૈયાર કરવાનો કુલ ખર્ચ રૂા.૬૩,૯૬,૭૨૯ થયેલ. દેશની પ્રજાને લોકશાહી માળખામાં અમૂલ્ય બંધારણ મળે તે માટે બંધારણ સમીતીએ વિશ્વના સાંઇઠ દેશોનો બંધારણનો ઉંડો અભ્યાસ કરેલ આપણું બંધારણ હિન્દી અને અંગ્રેજીમાં હાથેથી લખાયેલ છે જેમાં હિન્દીમાં અતિ સુંદર અક્ષરે લખવાની કામગીરી શ્રી પ્રેમ બિહારી રાયજાદાએ અને અંગ્રેજીમાં શ્રી રામમનોહર સિંહએ કરેલ છે આપણા બંધારણમાં ૨૫-ભાગ-૪૪૮ કલમ અને ૧૨-શેડયુઅલને તેના ૨૩૧ પાના છે. જે વિશ્વના લોકશાહી દેશમાં સૌથી મોટુ બંધારણ છે. બંધારણના વિવિધ પાનામાં કલાની અતિ સુંદર ને મનમોહક ચિત્રો દોરવાની સુંદર કામગીરી પ્રસિધ્ધ કલા સંસ્થા શાંતિ નિકેતનના અતિ ઉતમ કલાકાર શ્રી નંદલાલ બોઝે બજાવેલ છે.4:05 PM IST
મોરબી જિલ્લામાં નગરપાલિકાની તેમજ તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે : ૧૬ ફેબ્રુઆરીએ મતદાન તથા ૧૮ મીએ મતગણતરી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા જાહેર કરાઈ : હળવદ પાલિકાની સામાન્ય ચૂંટણી તથા વાંકાનેર પાલિકાની મધ્યસ્થ ચૂંટણી ઉપરાંત માળિયા(મીં) પાલિકાની વોર્ડ નં.૨ તથા વોર્ડ નં.૫ માટેની પેટા ચૂંટણી યોજાશે2:25 PM IST
રાજુલાના ઉંટીયા ગામે બે કુટુંબીઓ વચ્ચે મારામારી12:22 PM IST
લગ્નની વર્ષગાંઠે જ પરિણીતા એ પતિ-પુત્રી ગુમાવ્યા : વાંકાનેરના હસનપર બ્રીજ પાસે કાળમુખા ટ્રકે બાઇકને ઉલાળતાં દવેરી ગામના મયુર પરબતાણી અને પાંચ વર્ષની દિકરી પ્રીતિના મોતઃ માસુમ દિકરીનું ઘટના સ્થળે અને પિતાનું રાજકોટમાં મૃત્યુઃ ભાવુબેન પરબતાણી સારવારમાં: ૧ વર્ષની દિકરીનો ચમત્કારીક બચાવ : ગઇકાલે મેરેજ એનીવર્સરી હોઇ ૨૩ વર્ષિય મયુર અને પત્નિ ભાવુ સાસુના ઘરે પગે લાગી બે દિકરીઓ સાથે પરત ફરી રહ્યા હતાં ત્યારે કરૂણ ઘટના11:47 AM IST
ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા મામલતદારને આવેદન11:37 AM IST
આણંદપર ખાતેની કરોડોની ખેતીની જમીનમાં વારસાઇના બહાને બહેનોના નામ કમી કરાવી બીજાને વેંચી નંખાઇ! : પાંજરાપોળ મેલડી માતાના મંદિર પાસે રહેતાં વૃધ્ધા શાંતાબેન સોલંકીની ભાઇઓના વારસદારો વિરૂધ્ધ ફરિયાદ : પોલીસ કમિશનરને થયેલી લેખિત ફરિયાદમાં ખરીદનાર બિલ્ડર પરેશ ગજેરા સહિત ૨૩ જણાના નામો : શાંતાબેનને ભાઇઓએ કહ્યું- આપણી ખેતીની જમીનમાં વારસાઇ કરવાની છે, તેમાં તમારા અંગુઠાનું નિશાન કરવાનું છે,તેથી બધી જમીન આપણા ખાતામાં આવી જાયઃ શાંતાબેન અંગુઠો મારી દીધા પછી ખબર પડી કે બારોબાર રેવન્યુ રેકર્ડમાંથી તેમનું નામ પણ કમી કરાવી નખાયું છેઃ કબુલાતનામુ આપ્યુ નથી છતાં રેવન્યુમાં એન્ટ્રી પડાવી લીધી12:20 PM IST
વિસાવદર પાસે વિજ શોકથી કર્મચારીનું મૃત્યુ 1:26 PM IST
પોરબંદરમાં કરોડોનું ફુલેકુ ફેરવીને નાસી જનાર મુખ્ય આરોપીને પોલીસે પ્રયાગરાજમાંથી ઝડપી લીધો : આરોપીને મદદગારી કરનાર બ્યુટી પાર્લર ચલાવતી પત્ની હજુ ફરારઃ પુત્ર અગાઉ પકડાતા જેલ હવાલે મંડળી ચલાવનાર આરોપીએ લોકોને રોકાણ કરીને આકર્ષક રોકાણ કરીને આકર્ષક વળતરની લાલચ આપીને ૬ કરોડનું ફુલેકુ ફેરવી ભાગી ગયો હતો1:39 PM IST
ગાઝામાં બે દિવસમાં મળી આવી 200 થી વધુ લાશ5:30 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
રણજી મેચમાં ઈજાગ્રસ્ત થયો ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર, છોડવું પડ્યું મેદાન:બેટિંગ દરમિયાન પગમાં મચકોડ આવી જતાં અય્યર ઈજાગ્રસ્ત થયો : કોલકાતા નાઈટ રાઈડર્સની મુશ્કેલીઓ વધી : IPL ઓક્શનમાં મળ્યા હતા કરોડો રૂપિયા : વેંકટેશ અય્યર આઈપીએલનો સૌથી મોંઘા ખેલાડીઓ પૈકી એક ,કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 21 માર્ચથી શરૂ થનારી આઈપીએલ સીઝન માટે રૂ. 23.75 કરોડમાં ખરીદ્યો હતો4:49 PM IST







































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































































































