હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોના-ચાંદીના ભાવ અને કસ્ટમ્સ ડયુટી પર સરકારની બાજનજરઃ કોઈ મોટા ફેરફાર કે સમીક્ષા કરશે કે કેમ તે અંગે અટકળોનું બજાર ગરમઃ રવિવારે રજૂ થનારા યુનિયન બજેટ પર સૌની મીટ

નવી દિલ્હી તા.૨૯: આગામી રવિવારે દેશનું યુનિયન બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે બુલિયન માર્કેટમાં ભારે ગણગણાટ શરૂ થયો છે. સરકાર સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં કોઈ મોટા ફેરફાર કે સમીક્ષા કરશે કે કેમ તે અંગે અટકળોનું બજાર ગરમ છે
છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સામાન્ય ગ્રાહકો અને જ્વેલર્સ બન્નેની નજર નાણામંત્રીની પોટલી પર મંડાયેલી છે. શું સરકાર ડ્યુટી વધારીને આયાત પર અંકુશ મૂકશે કે પછી ભાવ ઘટાડવા કોઈ રાહત આપશે? આ સવાલ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.
બજેટ સત્ર પહેલાં બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કિમતી ધાતુઓના ભાવમાં થઈ રહેલી વધઘટને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ મહત્વનો નીતિગત નિર્ણય લઈ શકે છે.
રવિવારે આવનારા બજેટમાં સોના-ચાંદીના કર માળખા અંગે જે જાહેરાત થશે તે આગામી નાણાકીય વર્ષ માટે બજારની દિશા નક્કી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
