હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેકર્ડવોરઃ હાજરમાં ચાંદી ૪.૦૨ લાખ- સોનુ ૧.૮૩ લાખની નવી સપાટીએ
બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં ૨૨,૦૦૦રૂા. અને સોનામાં ૧૨,૦૦૦ રૂા.નો ઐતહાસિક ઉછાળોઃ લોકોમાં એક જ પ્રશ્ન ભાવો કયાં જઇને અટકશે? બે દિ'માં ચાંદીમાં ૪૫,૦૦૦ રૂા. અને સોનામાં ૧૦ ગ્રામે ૧૯,૦૦૦ રૂા. વધી ગયા

રાજકોટ, તા.૨૮ : અમેરીકા અને ઇરાનના યુધ્ધના ભણકારા વચ્ચે બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં રેકર્ડવોર સર્જાઇ હોય તેમ રોજબરોજ જંગી ઉછાળાથી બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઐતિહાસીક સપાટી જોવા મળી રહી છે. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં ૨૨,૦૦૦ રૂા. અને સોનામાં ૧૨,૦૦૦ રૂા.નો જંગી ભાવવધારો થતા બન્ને કિંમતી ધાતુઓના ભાવે નવી ટોચની સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં ર૨૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી એક કિલોના ભાવ ૩,૮૦,૦૦૦ રૂા. હતા તે ૨૨,૦૦૦ રૂા. વધીને આજે સવારે ૪,૦૨,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. ગઇકાલે ચાંદીમાં ૨૩,૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૨૨,૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિ'માં ચાંદીમાં ૪૫,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે સવારે ૧૨,૦૦૦ રૂા. નો જંગી ઉછાળો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૭૧,૦૦૦ રૂા. હતા તે ૧૨,૦૦૦ રૂા.વધીને આજે સવારે ૧,૮૩,૦૦૦ રૂા. નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૧,૨૦,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૭,૧૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૮,૩૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૯,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારાના પગલે સોના-ચાંદીના ભાવો સતત સળગી રહયા છે. ચાંદી ૪,૦૦,૦૦૦ રૂા.ને પાર થઇ જતા અને સોનાના ભાવે ૨,૦૦,૦૦૦ રૂા. તરફ દોટ મૂકતા લોકો સ્તબ્ધ બની ગયા છે. સોના-ચાંદીનું ભાવવધારો કયાં જઇને અટકશે તેવો પ્રશ્ન લોકોમાં સતત ચર્ચાય રહયો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
