<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

શું ચાંદીની જેમ હવે કોપર કરશે માલામાલ ? ચોથા ગિયરમાં : ભવિષ્‍ય ખૂબ જ ઉજળું

હવે તો રોકાણકારો પણ મોંઘા સોના ચાંદીને છોડીને કોપર તરફ વળી રહ્યા છે સુરતના સોની વેપારી દીપક ચોક્‍સીએ કહ્યું કે હાલ ઓવરઓલ મેટલ માર્કેટમાં તેજીનો માહોલ છે સોના ચાંદી પછી કોઈ મહત્‍વની મેટલ હોય તો તે કોપર છે : કોપરનો ઉપયોગ ઇન્‍સ્‍ટ્રીઝમાં પણ ખૂબ જ મોટી માત્રામાં થાય છે તેથી તેની સતત માંગ રહે છે

મુંબઇ, તા.૨૯: સોના-ચાંદીના ભાવ દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તેવામાં ગુજરાતની હીરા નગરી કહેવાતા સુરતમાં સોના અને ચાંદીની કિંમતો શું છે અને અહીંના સોની વેપારીઓ આ બંને ધાતુંમાં આગળ શું ભવિષ્‍ય જોઈ રહ્યા છે સાથે સાથે હાલ ચાંદીની અવેજીમાં કોપર એટલે કે તાંબાની જે ખરીદી વધી રહી છે તેને લઈને પણ તેમનું મંતવ્‍યુ શું છે તે વિશે જણાવ્‍યું છે.

સોની વેપારી દીપક ચોક્‍સીએ જણાવ્‍યા મુજબ સુરતમાં આજે સોનાની આજની કિંમત ૧ લાખ ૮૬ હજાર પહોંચી ગઈ છે જ્‍યારે ચાંદીની કિંમત ૪ લાખ ૫ હજાર પાર થઈ ગઈ છે. જોકે અહીં એ પણ જણાવી દઈએ કે સોના ચાંદી બાદ કોપરની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને હવે તો રોકાણકારો પણ મોંઘા સોના ચાંદીને છોડીને કોપર તરફ વળી રહ્યા છે.

આ લખાઈ રહ્યું છે ત્‍યારે એમસીએક્‍સમાં કોપરમાં આજે ૬ ટકાની અપર સર્કિટ સાથે રૂ.૧૪૦૧ રુપિયાના ભાવે પહોંચી ગયું હતું. તાંબાના ભાવમાં થયેલો આ ઉછાળો ટૂંક સમયમાં ધીમો પડવાનો નથી લાગતો. નિષ્‍ણાતો માને છે કે આ તેજી ૨૦૨૬ માં આગળ પણ ચાલુ રહી શકે છે. આ માટે બે પરિબળો મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. પહેલું પુરવઠો એટલે કે સપ્‍લાયના નિયમો કડક બનાવા અને બીજું ઇલેક્‍ટ્રિક વાહનો (EVs), રિન્‍યૂએબલ એનર્જી અને ક્‍લીન પાવર પ્રોજેક્‍ટ્‍સની માંગમાં વધારો છે. દરમિયાન, રોકાણકારો માટે પૈસા કમાવવાની આ એક સારી તક હોઈ શકે છે.

નિષ્‍ણાતોના મતે, કોમોડિટી બુલ સાયકલ ઘણીવાર એક સેટ ક્રમમાં આગળ વધે છેઃ પ્રથમ, સોનું, પછી ચાંદી, પછી તાંબુ અને અંતે ક્રૂડ તેલ. ૨૦૨૫ માં સોના અને ચાંદીમાં થયેલા તીવ્ર વધારા બાદ, તાંબુ પણ લગભગ ૬૦ ટકા વધ્‍યું છે. ત્‍યારે કોપર અને તેમાં રોકાણને લગતા કેટલાક સવાલોના જવાબ સ્‍થાનિક વેપારી પાસેથી જાણીએ.

શું ચાંદીની જેમ કોપરમાં પણ મોટી તેજી આવશે? સુરતના સોની વેપારી દીપક ચોક્‍સીએ કહ્યું કે હાલ ઓવરઓલ મેટલ માર્કેટમાં તેજીનો માહોલ છે. સોના ચાંદી પછી કોઈ મહત્‍વની મેટલ હોય તો તે કોપર છે. કોપરનો ઉપયોગ ઇન્‍સ્‍ટ્રીઝમાં પણ ખૂબ જ મોટી માત્રામાં થાય છે તેથી તેની સતત માંગ રહે છે. ચાંદીમાં આસમાની તેજીથી ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ચાંદીની માંગ કોપર તરફ વળી શકે છે. આ ઉપરાંત જે લોકો સોના ચાંદીની આસમાની તેજીમાં ચૂકી ગયા છે તેઓ હવે કોપર તરફ વળી રહ્યા છે. તેના કારણે જ આજે એમસીએક્‍સમાં કોપરની કિંમતોમાં ૬ ટકાનો ઉછાળો આવ્‍યો છે.

એમસીએક્‍સ અને હાજર ભાવમાં મોટો તફાવત કેમ? :- એમસીએક્‍સમાં જે ભાવ હોય છે તે કોઈપણ મેટલનો બેઝ ભાવ હોય છે. ત્‍યાંથી બહાર નીકળતા જે તે મેટલ પર જુદા જુદા ટેક્‍સ, ટ્રાન્‍સપોર્ટ વગેરે ખર્ચા થતા હોય છે આ કારણે બંને ભાવમાં તફાવત હોય છે.

કોપર વેચવું હોય તો હાજર ભાવ મળે કે તેમાં પૈસાની કપાત થાય છે? કપાત કેમ? :- જેમ સોના ચાંદીની લે વેચ વચ્‍ચે ભાવમાં સામાન્‍ય તફાવત હોય છે તેવું જ કોપરમાં પણ હોય છે. આ ભાવ અલગ અલગ ચાર્જિસ અને ટેક્‍સના કારણે હોય છે.

કોપરનો ભાવ કયાં સુધી જઈ શકે? -્ર ચોક્કસ, જેમ સોના અને ચાંદીના ભાવ પર જુદા જુદા પરિબળોની અસર થતી હોય છે. વૈશ્વિક જિયોપોલિટિકલ સ્‍થિતિ, સ્‍થાનિક માંગ અને વૈશ્વિક વેપાર નીતિઓની અસર કોપરના ભાવ પર પણ જોવા મળે છે. જેથી હાલની સ્‍થિતિમાં તો કોપરનું ભવિષ્‍ય ખૂબ જ ઉજળું જોઈ શકાય છે.

હાલ હજારમાં મળી રહેલું કોપર શુદ્ધ છે કે નહીં તે કેવી રીતે નક્કી થાય? - આજે દરેક જગ્‍યાએ મશીન આવી ગયા છે જે ધાતુની શુદ્ધતા તપાસે છે જેથી મોટાભાગે બધે જ શુદ્ધ મળતું હોય છે. તેમ છતાં ૯૯૯ કોપર હોવું જોઈએ તે બાબતની ચોકસી કરવી જોઈએ.

કોપર સાથે શુદ્ધતાનું પ્રમાણપત્ર આપે છે તેના પર કેટલો વિશ્વાસ કરવો? :- આજે જ્‍યાં પણ સર્ટિફિકેટ મળે છે તે મોટાભાગે સાચું જ હોવાનું છે. કારણ કે બધા પાસે આજે શુદ્ધતા ચકાસવાના મશીન છે. તેમ છતાં ખરીદતાં પહેલાં ચકાસીને ખરીદી કરવી જોઈએ.(

(3:05 PM IST)