News of Thursday, 29th January 2026
તામિલનાડુમાં એન્જીનિયરીંગ સંકૂલમાં કમલેશ જોષીપુરાના હસ્તે ધ્વજવંદન

રાજકોટઃ ૭૭માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાએ તામિલનાડુની ધનલક્ષ્મી એન્જિનિયરિગના સંકુલમાં આયોજિત પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી અને ધ્વજ વંદન કર્યું હતું. ૧૦૦ એકરમાં ફેલાયેલ વિદ્યાસંકુલ એનસીસીની પરેડ તેમજ વિવિધ રાજ્યોના અભ્યાસરત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યા મૂળ સૌરાષ્ટ્ર નિવાસી વી.પી. રામમૂર્તિ દ્વારા પ્રસ્થાપિત આ કોલેજ સ્વાયત સંસ્થાનો દરજ્જો ધરાવે છે. કોલેજ એનસીસીના ત્રણ જેટલા યુનિટ ધરાવે છે અને રાષ્ટ્રીય સેવા યોજનાના માધ્યમથી ગ્રામોત્થાનના પ્રકલ્પોમાં પણ સક્રિય છે.
આ પ્રસંગે મદ્રાસ હાઇકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી ગોપીનાથ, શિક્ષણ શાસ્ત્રી શ્રીમતી ધનલક્ષ્મી તેમજ શ્રીમતી રૂપા તથા રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવના જોશીપુરા તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
