હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM

નવી દિલ્હી : ભારતીય રેલવેમાં નિવૃત્ત થતા કર્મચારીઓ માટે વિદાય વેળાએ અપાતું સન્માનનું પ્રતીક હવે ભૂતકાળ બની જશે. રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લેતા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને સોનાનો ઢોળ ચઢાવેલા ચાંદીના ચંદ્રકો (Gold Plated Silver Medals) આપવાની 20 વર્ષ જૂની પરંપરાનો તાત્કાલિક અસરથી અંત લાવી દીધો છે. રેલવે બોર્ડના મુખ્ય કાર્યકારી નિર્દેશક રેણુ શર્માએ આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરી દીધો છે.
કૌભાંડે ઉડાવી રેલવેની ઉંઘ
આ પરંપરા બંધ કરવા પાછળનું મુખ્ય કારણ ભોપાલ ડિવિઝનમાં સામે આવેલું મોટું મેડલ કૌભાંડ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે ચંદ્રકો ચાંદીના હોવાનો દાવો કરીને કર્મચારીઓને અપાતા હતા, તેમાં ચાંદીનું પ્રમાણ માત્ર 0.23 ટકા જ હતું! એટલે કે, નિવૃત્ત કર્મચારીઓના વર્ષોના સેવા-સન્માન સાથે છેતરપિંડી કરીને તેમને ચાંદીના નામે સાવ નકલી ધાતુ પધરાવી દેવામાં આવી હતી.
સપ્લાયર બ્લેકલિસ્ટ, FIR દાખલ
આ શરમજનક ઘટના બહાર આવ્યા બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે. નકલી સિક્કા પૂરા પાડનાર સપ્લાયર સામે FIR દાખલ કરવામાં આવી છે અને તેને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત, રેલવે પાસે અત્યારે જે મેડલનો સ્ટોક પડ્યો છે, તેનો ઉપયોગ પણ હવે કોઈને ભેટ આપવા માટે કરવામાં આવશે નહીં. આ સ્ટોકનો ઉપયોગ અન્ય વહીવટી હેતુઓ માટે કરવામાં આવશે.
31 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ
રેલવેમાં માર્ચ 2006થી 20 ગ્રામ વજનના આ ખાસ સિક્કા આપવાની શરૂઆત થઈ હતી. જોકે, હવે આ પરંપરાનો સૂરજ આથમી ગયો છે. રેલવે બોર્ડના આદેશ મુજબ, 31 જાન્યુઆરી, 2026 ના રોજ અથવા ત્યાર બાદ નિવૃત્ત થનારા એક પણ કર્મચારી કે અધિકારીને આ ચંદ્રક આપવામાં આવશે નહીં. છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી આ પ્રથા બંધ થતા રેલવે કર્મચારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM