ગયામાં મંત્રીની સભામાં હંગામો: એક 'બાબા' શબ્દે વૃદ્ધનો પારો સાતમા આસમાને પહોંચાડ્યો; બોલ્યા- "હું હજુ ઘરડો નથી થયો, તને ઉપાડીને નીચે ફેંકી દઈશ!"
ડેપ્યુટી સીએમ વિજય સિંહાની હાજરીમાં જનતાનો રોષ ફાટી નીકળ્યો; મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે વૃદ્ધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સભામાં સોપો પડી ગયો

ગયા: બિહારના ગયામાં બોધગયા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત 'જમીન સુધારણા જન કલ્યાણ સંવાદ'માં ભારે ડ્રામા જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી વિજય કુમાર સિંહા જ્યારે લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા, ત્યારે મહેસૂલ અધિકારીઓની લાપરવાહી અને ભ્રષ્ટાચારથી કંટાળેલી જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ અધિકારીઓ પર લાંચ લેવાના અને ફાઈલો રોકી રાખવાના સીધા આરોપો લગાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જ્યારે હોબાળો વધી રહ્યો હતો, ત્યારે ભીડમાં બેઠેલા એક વૃદ્ધ વ્યક્તિ સતત જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા. આ સમયે તેમની પાછળ બેઠેલા એક વ્યક્તિએ તેમને શાંત પાડવા માટે માત્ર એટલું જ કહ્યું કે, "બાબા, મહેરબાની કરીને બેસી જાઓ." બસ, 'બાબા' શબ્દ સાંભળતા જ આ વૃદ્ધ વ્યક્તિ ઉશ્કેરાઈ ગઈ હતી. તેમણે મુઠ્ઠીઓ ભીંસીને ગુસ્સામાં લાલચોળ થઈને કહ્યું, "શું તને હું ઘરડો દેખાવું છું? હું વાદળો ફાડી નાખીશ... તને ઉપાડીને નીચે ફેંકી દઈશ!" વૃદ્ધનો આ અંદાજ જોઈને મંચ પર બેઠેલા નેતાઓ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
: મામલો થાળે પાડવા માટે નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાએ રસપ્રદ નિવેદન આપ્યું હતું. તેમણે ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડતા કહ્યું કે, "હું એક ડોક્ટર જેવો છું. જેમ ડોક્ટર જાણે છે કે કયા રોગમાં કેટલી દવા આપવી, તેમ હું પણ જમીન સંબંધિત વર્ષો જૂની સમસ્યાઓની સારવાર ધીમે ધીમે કરી રહ્યો છું." તેમણે સ્વીકાર્યું હતું કે વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે, પરંતુ સરકાર તેને સુધારવા માટે કટિબદ્ધ છે.
ગયામાં થયેલો આ હંગામો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો મહેસૂલ વિભાગમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને સામાન્ય માણસની લાચારી પર ચર્ચાઓ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
