News of Friday, 30th January 2026
પેન્ડિંગ કેસોના નિકાલ માટે સુપ્રીમ કોર્ટ હવે 'એઆઈ'ની મદદ લેશે: સીજેઆઈ સૂર્ય કાન્ત
આ નવું પ્લેટફોર્મ દેશભરની અદાલતોમાં અટવાયેલા લાખો કેસોનું રીયલ-ટાઇમ મોનિટરિંગ કરશે અને કયા તબક્કે કેસ વિલંબિત થઈ રહ્યા છે તેનું વિશ્લેષણ કરશે

નવી દિલ્હી :ભારતીય ન્યાયતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગને વેગ આપતા ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્ય કાન્તે જાહેરાત કરી છે કે સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં જ કેસોની પેન્ડન્સી ટ્રેક કરવા માટે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ નવું પ્લેટફોર્મ દેશભરની અદાલતોમાં અટવાયેલા લાખો કેસોનું રીયલ-ટાઇમ મોનિટરિંગ કરશે અને કયા તબક્કે કેસ વિલંબિત થઈ રહ્યા છે તેનું વિશ્લેષણ કરશે.
સીજેઆઈ સૂર્ય કાન્તે જણાવ્યું હતું કે, ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ઝડપી ન્યાય પ્રદાન કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. આ સિસ્ટમ દ્વારા જજોને કેસ મેનેજમેન્ટમાં મદદ મળશે અને જૂના કેસોને પ્રાધાન્ય આપીને તેનો ઝડપી નિકાલ લાવવાની દિશામાં કામગીરી સરળ બનશે.
(1:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
