News of Friday, 30th January 2026
ઈથેનોલ બ્લેન્ડિંગથી દેશે ૧.૪૪ લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું: ઈકોનોમિક સર્વે ૨૦૨૫-૨૬
આ પ્રોગ્રામને લીધે લગભગ ૨૪૫ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાત ઓછી કરવી પડી

નવી દિલ્હી : સંસદમાં રજૂ કરવામાં આવેલા ઈકોનોમિક સર્વે ૨૦૨૫-૨૬ના અહેવાલમાં ભારત સરકારના ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની જબરદસ્ત સફળતા દર્શાવવામાં આવી છે. સર્વે મુજબ, પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ કરવાની નીતિને કારણે દેશે અંદાજે ૧.૪૪ લાખ કરોડ રૂપિયાના મૂલ્યનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે. આ ઉપરાંત, આ પ્રોગ્રામને લીધે લગભગ ૨૪૫ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાત ઓછી કરવી પડી છે, જે ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ મોટી સિદ્ધિ છે. ખેડૂતોને પણ શેરડી અને અન્ય પાકોમાંથી ઈથેનોલ ઉત્પાદન દ્વારા આર્થિક લાભ મળ્યો છે. સરકાર હવે ૨૦ ટકા બ્લેન્ડિંગના લક્ષ્યાંકને વહેલો હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે, જે પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે ફાયદાકારક છે.
---
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
