તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
રાજકોટમાં ACBનો મોટો સપાટો : ₹4 લાખના એરિયસ બિલ મંજૂર કરવા ₹45 હજારની લાંચ લેતા સેન્ટ્રલ ફાઈનાન્સના આસી. એકાઉન્ટ્સ ઓફિસર, નિવૃત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ ઝડપાયા
ACB વડા પિયુષ પટેલ, અધિક નિયામક બિપીન આહિરે અને નાયબ નિયામક બળદેવસિંહ વાધેલાના નેતૃત્વમાં ACBની જાળ : મદદનીશ નિયામક જે. ડી. મેવાડના સુપરવિઝનમાં પી.આઈ. આર. આર. સોલંકીએ એક જ મહિનામાં સફળતાની હેટ્રિક નોંધાવી : બજરંગ ઇમિટેશન પાસે છટકું ગોઠવી રવિકુમાર જાંગીડ, શૈલેષ ચૌહાણ અને અક્ષય વાગડિયાને રંગેહાથ દબોચી લેવાયા

રાજકોટ : રાજકોટમાં લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો (ACB) એ એક મોટી કાર્યવાહી કરતા કેન્દ્રીય નાણાં મંત્રાલયના અધિકારી સહિત ત્રણ વ્યક્તિઓને ₹45,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ સફળ ઓપરેશન સાથે ACBની ટીમે ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
ઘટનાની વિગત અને લાંચની માંગણી
આ કેસની વિગત મુજબ, ફરિયાદીનું ₹4 લાખનું એરિયસ બિલ મંજૂર કરવાનું હતું. આ કામ માટે આરોપી નંબર-1 રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (આસી. એકાઉન્ટ્સ ઓફિસર, વર્ગ-2, ઝોનલ એકાઉન્ટ્સ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, રાજકોટ) એ બિલના 20% લેખે ₹80,000ની લાંચ માંગી હતી. લાંબી રજકઝના અંતે ₹50,000 આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ₹5,000 અગાઉ એડવાન્સમાં લેવામાં આવ્યા હતા.
ACBનું છટકું અને ધરપકડ
બાકીના ₹45,000ની રકમ તા. 30/01/2026ના રોજ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. મદદનીશ નિયામક જે. ડી. મેવાડના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકી અને તેમની ટીમે ગીરનાર ટોકીઝ પાસે, ઇન્કમટેક્ષ ઓફિસની સામે આવેલી 'બજરંગ ઇમિટેશન' દુકાન પાસે છટકું ગોઠવ્યું હતું.
આરોપી રવિકુમાર જાંગીડના કહેવાથી નિવૃત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષ કે. ચૌહાણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ ત્રીજા આરોપી અક્ષયભાઈ શૈલેષભાઈ વાગડિયાએ પંચની હાજરીમાં ₹45,000ની લાંચ સ્વીકારતા ત્રણેયને સ્થળ પર જ દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
* રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (ઉ.વ. 38): આસી. એકાઉન્ટ્સ ઓફિસર, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, રાજકોટ.
* શૈલેષ કે. ચૌહાણ: નિવૃત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર, રહે. ભુજ.
* અક્ષયભાઈ શૈલેષભાઈ વાગડિયા (ઉ.વ. 33): કન્ટીજન પટાવાળા, ઇન્કમટેક્સ ઓફિસ, રાજકોટ.
ACBની સફળતાની હેટ્રિક
ACB વડા પિયુષ પટેલ, અધિક નિયામક બિપીન આહિરે તથા નાયબ નિયામક બળદેવસિંહ વાધેલાના નેતૃત્વમાં પી.આઈ. આર. આર. સોલંકીએ માત્ર એક જ મહિનામાં આ ત્રીજું સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડીને સફળતાની હેટ્રિક નોંધાવી છે. હાલ ACBએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
