૨૫ ટકાની પેનલ્ટી હટાવો પછી જ વાતચીત 10:11 AM
તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
અજિત પવાર વિમાન દુર્ઘટના: ‘કાળ’ બનીને આવ્યું છેલ્લી ઘડીનું પાઇલટ પરિવર્તન, કેપ્ટન સુમિત તો પ્લેન ઉડાડવાના જ નહોતા!
ટ્રાફિક જામને કારણે પાઇલટ બદલાયો અને સર્જાયો કરુણ અંજામ: ૧૬,૫૦૦ કલાકનો અનુભવ પણ કામ ન આવ્યો, બ્રેસલેટથી થઈ કેપ્ટનની ઓળખ

બારામતી : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા નિધનથી આખું રાજ્ય આઘાતમાં છે. પરંતુ આ દુર્ઘટનામાં હવે એક એવો વળાંક સામે આવ્યો છે જે સાબિત કરે છે કે નસીબમાં જે લખ્યું હોય તેને કોઈ ટાળી શકતું નથી. તપાસમાં બહાર આવ્યું છે કે અજિત દાદાના વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ કેપ્ટન સુમિત કપૂર ખરેખર તે દિવસે ફ્લાઇટ ઉડાડવાના જ નહોતા!
મળતી માહિતી મુજબ જે મુખ્ય પાઇલટ નક્કી કરવામાં આવ્યા હતા તેઓ મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. સમય ઓછો હોવાથી અને વીઆઈપી ફ્લાઇટ હોવાથી છેલ્લી ઘડીએ દિલ્હીથી પરત ફરેલા અનુભવી કેપ્ટન સુમિત કપૂરને વિમાનની કમાન સોંપવામાં આવી હતી. કોને ખબર હતી કે ટ્રાફિકનો આ મામૂલી જામ કેપ્ટન સુમિત અને અજિત પવાર સહિત પાંચ લોકો માટે મોતનું કારણ બનશે.
અકસ્માતની કરુણતા અને અનુભવનો ઇતિહાસ: બુધવારે સવારે ૮:૦૦ વાગ્યે મુંબઈથી ઉપડેલું ‘લિયરજેટ ૪૫’ વિમાન જ્યારે બારામતી એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતું, ત્યારે બીજા પ્રયાસ (Landing Attempt) દરમિયાન ભયાનક રીતે ક્રેશ થયું હતું.
કેપ્ટન સુમિત કપૂર કોઈ સામાન્ય પાઇલટ નહોતા, તેમને ૧૬,૫૦૦ કલાકથી વધુ ઉડાન ભરવાનો બહોળો અનુભવ હતો. તેમની સાથે કો-પાઇલટ તરીકે ન્યુઝીલેન્ડથી તાલીમ પામેલા શામ્ભવી પાઠક પણ હતા.
ઉતરાણ પૂર્વે જ વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો અને ગણતરીની સેકન્ડોમાં તે આગનો ગોળો બની ગયું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે કેપ્ટન સુમિતના શરીરના અવશેષો ઓળખવા મુશ્કેલ હતા, અંતે તેમના કાંડા પર પહેરેલા બ્રેસલેટ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં અજિત પવાર ઉપરાંત પાઇલટ સુમિત, કો-પાઇલટ શામ્ભવી, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને સુરક્ષા ગાર્ડ વિદીપ જાધવનું પણ મૃત્યુ થયું છે. કેપ્ટન સુમિતના મિત્રોએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, કારણ કે આટલા અનુભવી પાઇલટથી માનવીય ભૂલ થવાની શક્યતા નહિવત્ છે. શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે ષડયંત્ર? તે પ્રશ્ન અત્યારે મહારાષ્ટ્રની જનતાના મનમાં ઘૂમરાઈ રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
