<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

વેચાણ વખતે સોના-ચાંદીના ભાવમાં સેફટી ગાળો વધ્‍યોઃ ગ્રાહકોમાં અસંતોષ

સોનામાં ૧૦થી ૧૫ હજાર અને ચાંદીમાં ૩૦થી ૩૫ હજાર સુધીનો તફાવત

મુંબઈ,તા.૩૧: સોના અને ચાંદીના બજારમાં હાલ એવી અસ્‍થિરતા સર્જાઈ છે કે આખા વર્ષની ભાવની મૂવમેન્‍ટ હવે એક જ દિવસમાં જોવા મળી રહી છે. ગુરુવારની સરખામણીએ શુક્રવારે સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે ૧૦થી ૧૫ હજાર અને ચાંદીમાં પ્રતિ કિલોએ ૩૦થી ૩૫ હજાર જેટલો ભાવ તૂટ્‍યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર, ડોલર ઈન્‍ડેક્‍સ, જિયોપોલિટિકલ ટેન્‍શન અને સ્‍પેક્‍યુલેશનના કારણે કિંમતોમાં તીવ્ર ઉછાળો અને પડછાયો જોવા મળી રહ્યો છે. આ સ્‍થિતિની સીધી અસર સ્‍થાનિક બજાર પર પડતા જવેલર્સે વેચાણ અને ખરીદી વચ્‍ચે મોટો ગાળો રાખવાનું શરૂ કર્યું છે. પરિણામે સોનું-ચાંદી વેચવા આવનારા ગ્રાહકોને યોગ્‍ય ભાવ મળી રહ્યો નહીં હોવાથી અસંતોષની લાગણી ઊભી થઈ જ્‍યારે જવેલર્સ ભાવમાં મોટો સેફટી ગાળો રાખવા પાછળ પોતાને જોખમથી બચાવવાની મજબૂરી જણાવી રહ્યા છે.

અગાઉ સોના-ચાંદીના ભાવમાં વેચાણ અને ખરીદી વચ્‍ચે માત્ર એકથી બે હજાર રૂપિયાનો ગાળો રાખવામાં આવતો હતો. બજાર સ્‍થિર હોવાથી જોખમ ઓછું હતું. પરંતુ હાલની પરિસ્‍થિતિમાં ભાવો મિનિટોમાં બદલાઈ રહ્યા છે. આ અનિヘતિતાને કારણે હાલ વેચાણ વખતે સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે ૧૦થી ૧૫ હજાર રૂપિયા સુધી અને ચાંદીમાં પ્રતિ કિલોએ ૩૦થી ૩૫ હજાર રૂપિયા સુધીનો ગાળો રાખવામાં આવી રહ્યો છે. 

આવી સ્‍થિતિમાં સંતુલન જાળવવું મોટો પડકાર

જ્‍યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્‍તરે સ્‍થિરતા નહીં આવે ત્‍યાં સુધી સ સોના-ચાંદીના ભાવમાં આવી અસ્‍થિરતા યથાવત રહેશે. આવી સ્‍થિતિમાં ગ્રાહકો અને જવેલર્સ બંને માટે સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર બની રહ્યો છે. જેથી વેચાણ વખતે સોના-ચાંદીના ભાવમાં સેફટી ગાળો વધ્‍યો છે. આજે ગ્રાહક પાસેથી સોનું-ચાંદી લઈએ અને બીજા દિવસે તેનો શું? ભાવ મળશે, તે નક્કી હોતું નથી. લોકોની ખરીદશક્‍તિ ઘટી હોય ગ્રાહકો દ્વારા વેચાયેલા દાગીના આગળ વેચાવાને લઈને અનિヘતિા હોય છે.

(10:15 AM IST)