<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે પણ કડાકો ચાંદીમાં ર૪,૦૦૦ અને સોનામાં ૭,૦૦૦ રૂા. તૂટયા

છેલ્લા ૪૮ કલાકમાં ચાંદીમાં ૧,૧૩,૦૦૦ અને સોનામાં ર૪,૦૦૦ રૂા.નું ગાબડું ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૩,૦૭,૦૦૦ અને સોનાના ભાવ ઘટીને ૧,૬૩,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૩૦૧: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવોમાં ગાબડાનો દોર યથાવત રહયો છે. આજે બીજા દિવસે પણ ચાંદીમાં ર૪,૦૦૦ રૂા. અને સોનામાં ૭,૦૦૦ રૂા. તૂટયા છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ર૪,૦૦૦ રૂા.નો કડાકો થયો છે. ગઇકાલે  ચાંદી (૧ કિલો)ના ભાવ ૩,૩૧,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૩,૦૭,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ બંધ રહયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ચાંદીમાં   ૩૦  રૂા.નો ઘટાડો થયો હતો. આજે વધુ ર૪,૦૦૦ રૂા.નો કડાકો થયો છે.

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં વધુ ૭,૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૭૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને મોડી રાત્રે ૧,૬૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ બંધ રહયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૭૦ં,૦૦૦ રૂા.નો તોતીંગ કડાકો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૭,૦૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને૧૬,૩૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

છેલ્લા બે દિવસમાં ચાંદીએ ૪,ર૦,૦૦૦ ની ટોચની સપાટી બનાવ્‍યા બાદ ભાવોમાં બંમ્‍પર કડાકો થતા ચાંદીના ભાવ ૩,૦૭,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા ૪૮ કલાકમાં ચાંદીમાં ૧,૧૩,૦૦૦ રૂા.નો જબરો કડાકો થયો છે. જયારે સોનામાં છેલ્લા ૪૮ કલાકમાં ર૪,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. પ્રોફીટ બુકીંગના કારણે કડાકો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:45 PM IST)