<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જયારે હું અને મુનિર દુનિયાભરમાં લોનની ભીખ માંગીએ છીએ તો શરમ આવે છેઃ શરીફે લાચારી વ્‍યકત કરી

પાકિસ્‍તાનની બરબાદીનું સત્‍ય રજુ કરી દીધું : લોન માંગવી સરળ નથી હોતીઃ માથુ નમાવવું પડે છે

ઇસ્‍લામાબાદ તા.૩૧: પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પહેલી વાર ખુલ્‍લેઆમ સ્‍વીકાર્યું છે કે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે તેમને અનેક દેશો પાસેથી લોન લેવી પડી હતી. તેમણે કહ્યું કે ઉધાર લેનારાઓને ઘણીવાર તેમની શરતો અને આત્‍મસન્‍માન વચ્‍ચે સમાધાન કરવું પડે છે. તેમણે ચીન, સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર તરફથી મળેલી સહાયનો ઉલ્‍લેખ કર્યો અને IMF વિશે પણ વાત કરી.

ઈસ્‍લામાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન, શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્‍તાન છેલ્‍લા ઘણા વર્ષોથી દેવા પર જીવી રહ્યું છે. તેમણે સ્‍વીકાર્યું કે લોન લેવી સરળ નથી, અને જે કોઈ લોન લેવા જાય છે તે આપમેળે માથું ઝૂકી જાય છે. તેમણે કહ્યું કે તેમણે પોતે પાકિસ્‍તાનના આર્મી ચીફ ફિલ્‍ડ માર્શલ અસીમ મુનીર સાથે અનેક દેશોની મુલાકાત લીધી હતી અને પાકિસ્‍તાનની ભયાનક પરિસ્‍થિતિ સમજાવી હતી.

શહબાઝ શરીફે વધુમાં કહ્યું કે તેમણે દેશોને સમજાવવું પડ્‍યું કે પાકિસ્‍તાન કયા મુશ્‍કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્‍પ્‍જ્‍ કાર્યક્રમ શા માટે જરૂરી છે. આ પછી જ અબજ ડોલરની લોનની વિનંતી કરવામાં આવી. તેમણે સ્‍પષ્ટપણે કહ્યું કે લોન લેવાથી ઘણી જવાબદારીઓ અને દબાણ આવે છે. વડા પ્રધાને એ પણ સ્‍વીકાર્યું કે ધિરાણ આપનારા દેશો ઘણીવાર પોતાની શરતો લાદે છે. પરિણામે, પરિસ્‍થિતિ ગમે તેટલી અસ્‍વસ્‍થતાભરી હોય, સરકારે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખીને ઘણી બાબતો પર સંમત થવું પડે છે. તેમણે વધુમાં જણાવ્‍યું કે મુશ્‍કેલ સમયમાં ચીને સૌથી વધુ સહાય પૂરી પાડી છે. સાઉદી અરેબિયા, સંયુક્‍ત આરબ અમીરાત અને કતાર પણ પાકિસ્‍તાનને ટેકો આપ્‍યો હતો. શાહબાઝ શરીફના મતે, આ દેશોની મદદથી જ પાકિસ્‍તાનનું આર્થિક પેકેજ ઘડવામાં આવ્‍યું હતું.શાહબાઝ શરીફે IMF વિશે પણ ખુલ્‍લેઆમ વાત કરી. તેમણે જણાવ્‍યું કે તેઓ IMFના વડા ક્રિસ્‍ટાલિના જ્‍યોર્જિવા સાથે મળ્‍યા હતા, જ્‍યાં તેમને સ્‍પષ્ટપણે કહેવામાં આવ્‍યું હતું કે અગાઉની સરકારોની ભૂલોને કારણે, નવો કાર્યક્રમ મેળવવો મુશ્‍કેલ હતો. તેમણે તેમને ખાતરી આપી હતી કે આ વખતે કરારની દરેક શરતનો વિશ્વાસપૂર્વક અમલ કરવામાં આવશે.શાહબાઝ શરીફે જણાવ્‍યું હતું કે તેમણે IMFના વડાને વચન આપ્‍યું હતું કે સરકાર કરારનું સંપૂર્ણ પાલન કરશે. બાદમાં, IMFટીમે પાકિસ્‍તાન સાથે કામ કર્યું, દેશને ડિફોલ્‍ટ ટાળવામાં મદદ કરી. આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે શાહબાઝ શરીફ પણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ઼૧ બિલિયન પીસ બોર્ડ પ્‍લાનમાં જોડાવા માટે સંમત થયા છે. આ સમગ્ર ઘટનાક્રમે ફરી એકવાર પાકિસ્‍તાનની આર્થિક મર્યાદાઓ અને દેવા પર નિર્ભરતા વિશ્વ સમક્ષ ખુલ્‍લી પાડી છે.

(3:13 PM IST)