News of Saturday, 31st January 2026
અમેરીકામાં ગુજરાતીના જવેલરી શોરૂમ પર રેડ : લાખો ડોલર તથા સોનુ જપ્ત
ટેકસાસના તિલક જવેલર્સમાં શેરીફ તથા ફેડરલ એજન્ટ ત્રાટકયાઃ બેની ધરપકડ : ગોલ્ડ ચોરીનું હોવાની આશંકા

ન્યુયોર્ક : અમેરિકામાં સસ્તામાં ગોલ્ડ ખરીદનારા ગુજરાતીઓ હવે ચેતી જાય કારણકે હવે પોલીસ ગમે ત્યારે તેમના ઘર સુધી પહોંચી શકે છે. અમેરિકાની પોલીસે કડક કાર્યવાહી કરતા પહેલીવાર ચોરીનું સોનું ખરીદવાના આરોપમાં એક ગુજરાતીના શોરૂમ પર મોટી રેડ કરી છે જેમાં લાખો ડોલર કેશ તેમજ લાખો ડોલરનું ગોલ્ડ જપ્ત કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટેક્સસમાં જાન્યુઆરી ૨૯ના રોજ કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસ તેમજ ફેડરલ એજન્ટ્સ દ્વારા અરવિંગમાં આવેલા તિલક જ્વેલર્સમાં આ રેડ કરવામાં આવી હતી. તિલક જ્વેલર્સ નામના આ શોરૂમની માલિકી એક ગુજરાતીની હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યાંથી બે લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા ઓનર્સ કે પછી અરેસ્ટ કરાયેલા લોકોના નામની હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરાઈ.
ડલાસમાં રહેતા ગુજરાતીઓનું માનીએ તો તિલક જ્વેલર્સ ખૂબ જ મોટું નામ ધરાવે છે અને તેમનું વર્ષે-દહાડે લાખો ડોલરનું ટર્નઓવર છે. જોકે, આ શોરૂમમાં વેચાતા દાગીના ચોરીના ગોલ્ડમાંથી બનાવવામાં આવતા હોવાના આક્ષેપ થતાં તેની સાથે સંકળાયેલી ગુજરાતી ફેમિલી માટે મોઢું સંતાડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
