<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

અજિત પવારનું વિમાન ક્રેશ થવા અંગે મોટા સવાલ

મુંબઇઃ મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવાર અને અન્‍ય ચાર લોકોના જીવ લેનારી વિમાન દુર્ઘટનાના જે CCTV ફૂટેજ સામે આવ્‍યા છે, તે અત્‍યંત ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લેન્‍ડિંગના બીજા પ્રયાસ દરમિયાન વિમાનની ડાબી પાંખ અચાનક નીચેની તરફ નમી ગઈ અને વિમાન એકતરફ નમીને આગના ગોળામાં ફેરવાઈ ગયું. નિષ્‍ણાતોના મતે, આ દૃશ્‍ય ત્રણ સંભવિત પરિસ્‍થિતિઓ તરફ ઇશારો કરે છે. વીડિયોમાં વિમાન જે રીતે અચાનક એક તરફ વળતું દેખાય છે, તે ‘અસમપ્રમાણ એરોડાયનેમિક સ્‍ટોલ'નો સંકેત હોઈ શકે છે. બીજી થિયરી એ છે કે, લેન્‍ડિંગના બરાબર પહેલા એક એન્‍જિને કામ કરવાનું બંધ કરી દીધું હોય.

ત્રીજી આશંકા એ છે કે, ખરાબ વિઝિબિલિટી અને સૂર્યના પ્રકાશના કારણે પાયલોટને રનવે ખૂબ મોડો દેખાયો હોય. રનવેની સીધમાં વિમાનને લાવવા માટે છેલ્લી ઘડીએ લેવામાં આવેલો તીવ્ર વળાંક જીવલેણ સાબિત થયો હશે.

(3:49 PM IST)