<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

પ.બંગાળ તૃણમુલ કોંગ્રેસનું વર્ચસ્‍વ પણ યથાવત્‌: ભાજપને ફાયદોઃ સર્વે

ભાજપના વોટ શેરમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે, જે ૩૯ ટકાથી વધીને ૪૨ ટકા સુધી પહોંચી શકે છે

નવી દિલ્‍લીઃ ૨૯૪ ધારાસભ્‍યો ધરાવતી પヘમિ બંગાળ વિધાનસભાની માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં ચૂંટણી યોજાઈ શકે છે. જેમાં લોકોની નજર ભાજપ જીતશે કે મમતા તેના પર છે. આ દરમિયાન ઈન્‍ડિયા ટુડે સી વોટરના મૂડ ઓફ ધ નેશનલ ઓપિનિયન પોલ સામે આવ્‍યો છે. જે મુજબ ભાજપના વોટ શેરમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે, જે ૩૯ ટકાથી વધીને ૪૨ ટકા સુધી પહોંચી શકે છે. જોકે સર્વેને સંપૂર્ણ સાચા માનવામાં આવતા નથી, પરંતુ પヘમિ બંગાળમાં ભાજપને ફાયદો થતો હોવાનું સામે આવ્‍યું છે. જોકે પ્રાદેશિક પક્ષ તૃણમુલ કોંગ્રેસનું વર્ચસ્‍વ પણ યથાવત્‌ હોવાનું સામે આવ્‍યું છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, ભાજપ માટે મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. જોકે માત્ર વોટ શેર વધવો જ સત્તાની ચાવી નથી હોતું. બંગાળ જેવા રાજ્‍યમાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ હોવાથી ભાજપ જેવા પક્ષોએ અહીં જીતવું લોઢાના ચણા ચાવવા જેવું સમાન છે.

સૂત્રો મુજબ, પヘમિ બંગાળ ખૂબ ઝડપથી બાઈપોલર સ્‍ટેટ બની રહ્યું છે. અહીં મુખ્‍ય મુકાબલો મમતા બેનર્જીના ટીએમસી અને ભાજપ વચ્‍ચે છે. કોંગ્રેસ અને ડાબેરીઓનો પ્રભાવ સતત ઘટી રહ્યા છે. આ કારણે અહીં મતોનું પણ ધ્રુવીકરણ થાય છે. લેટેસ્‍ટ ઓપનિયન પોલ મુજબ મમતા બેનર્જીનું પલ્‍લું ભારે છે અને સૌથી મજબૂત રાજકીય પક્ષ છે. ભાજપે રાજ્‍યમાં તેનો વિસ્‍તાર વધાર્યો છે પરંતુ સત્તા નજીક પહોંચવા ખૂબ મહેનત કરવી પડશે. ૨૦૨૬ની વિધાનસભા નજીક છે ત્‍યારે આગામી મહિનામાં રાજકીય સમીકરણો ખૂબ ઝડપથી બદલાઈ શકે છે.

૨૦૨૧માં પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ ૨ મેના રોજ જાહેર થયા હતા. ૨૧૫ સીટ જીતીને ટીએમસી સૌથી મોટી પાર્ટી બની હતી અને મમતા બેનર્જી ફરીથી મુખ્‍ય પ્રધાન બન્‍યા હતા. જ્‍યારે ૭૭ સીટ જીતીને ભાજપે મુખ્‍ય વિરોધ પક્ષનો દરજજો હાંસલ કર્યો હતો.

મૂડ ઓફ ધ નેશનલ ઓપિનિયન પોલ મુજબ જો આ વર્ષે લોકસભા ચૂંટણી થાય તો તૃણમુલ કોંગ્રસ ૨૦૨૪ જેવું જ પ્રદર્શન કરી શકે છે. ૨૦૨૬માં ટીએમએમસીને ૨૮ અને ભાજપને ૧૪ સીટ મળી શકે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીને ૨૯ સીટ અને ભાજપને ૧૨ સીટ મળી હતી

(3:41 PM IST)