News of Saturday, 31st January 2026
રેનો ડસ્ટરનું પુનરાગમન : નવી 'આઈકોનિક લોન્ચ એડિશન' ખાસ ડિઝાઈન અને પ્રીમિયમ ફિચર્સ સાથે સજ્જ
ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ અને ગૂગલ બિલ્ટ-ઈન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ

મુંબઈ : ચાર વર્ષના લાંબા વિરામ બાદ રેનો ડસ્ટર ભારતીય બજારમાં ફરી ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. કંપનીએ આ લોકપ્રિય એસયુવીનું ટોપ મોડેલ 'આઈકોનિક લોન્ચ એડિશન' રજૂ કર્યું છે, જે ખાસ કરીને ડિઝાઈન પ્રેમી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
આ નવા અવતારમાં મિકેનિકલ કોઈ ફેરફાર નથી, પરંતુ દેખાવમાં તેને વધુ સ્પોર્ટી અને પ્રીમિયમ બનાવવામાં આવી છે. આ એડિશનમાં ફ્રન્ટ ગ્રીલ, રૂફ બાર અને ટેલગેટ પર ખાસ પીળા રંગના એક્સેન્ટ્સ આપવામાં આવ્યા છે, જે તેને સામાન્ય મોડેલથી અલગ પાડે છે.
ઇન્ટિરિયરની વાત કરીએ તો, કેબિનમાં માઉન્ટેન જેડ લેધરેટ સીટ અપહોલ્સ્ટરી છે જેમાં રેનોનો લોગો અને કોન્ટ્રાસ્ટ યલો સ્ટિચિંગ આપવામાં આવ્યું છે. ૧૮-ઈંચના બ્લેક એલોય વ્હીલ્સ અને હિમાલયન પ્રેરિત ગ્રાફિક્સ તેને વધુ આકર્ષક બનાવે છે.
ફીચર્સની દ્રષ્ટિએ આ કાર સંપૂર્ણ લોડેડ છે, જેમાં ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ અને ગૂગલ બિલ્ટ-ઈન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ છે. જે ગ્રાહકો ભીડથી અલગ દેખાવા માંગે છે અને ફેક્ટરી ફીટેડ કસ્ટમાઇઝેશન ઈચ્છે છે, તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
