News of Saturday, 31st January 2026
બસ્તીમાં 'લવ જેહાદ'નું ભયાનક નેટવર્ક: હાથમાં પવિત્ર દોરો બાંધી હિન્દુ બન્યો અજફારુલ, 300 છોકરીઓના જીવન કર્યા બરબાદ!
નોકરી અને પ્રેમની જાળમાં ફસાવી આચર્યો સામૂહિક બળાત્કાર; વાંધાજનક વીડિયો બનાવી યુવતીઓને વેશ્યાવૃત્તિના નરકમાં ધકેલી, મુખ્ય આરોપી જેલભેગો

બસ્તી (યુપી): ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી એક એવી સનસનાટીભરી ઘટના સામે આવી છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. એક મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવી, હિન્દુ હોવાનો ઢોંગ કરી એક નિર્દોષ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે જે કૃત્ય કર્યું તે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે. પીડિતાના જણાવ્યા મુજબ, આરોપીએ માત્ર તેની સાથે જ નહીં, પણ અંદાજે ૩૦૦ જેટલી છોકરીઓ સાથે આવો જ વિશ્વાસઘાત કર્યો છે.
ઓળખ છુપાવવા હાથમાં પહેર્યો પવિત્ર દોરો
ઘટનાની વિગતો મુજબ, કલવારી વિસ્તારની રહેવાસી પીડિતા બસ્તીની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. જાન્યુઆરી ૨૦૨૨માં તેની મુલાકાત 'પ્રિન્સ' નામના યુવક સાથે થઈ. આ યુવકનું અસલી નામ અજફારુલ હક હતું, પરંતુ તેણે પોતાની ઓળખ છુપાવી હતી. યુવતીને શંકા ન જાય તે માટે તે હાથમાં પવિત્ર દોરો પહેરતો અને પોતાને હિન્દુ ગણાવતો હતો. સારી હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને તેણે યુવતી સાથે મિત્રતા કરી અને પછી તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
સામૂહિક બળાત્કાર અને બ્લેકમેલિંગનો આતંક
લગ્નની લાલચ આપી અજફારુલ વારંવાર યુવતી પર બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે યુવતીને તેની અસલી ઓળખની ખબર પડી અને તે ફરિયાદ કરવા તેના ઘરે ગઈ, ત્યારે અજફારુલ, તેના ભાઈ અને સાથીઓએ મળીને યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, જો યુવતી તેની વાત ન માને તો તેના પરિવારને જાનથી મારી નાખવાની અને ભાઈનું અપહરણ કરવાની ધમકીઓ આપીને તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો.
300 છોકરીઓના વીડિયો બનાવી વેશ્યાવૃત્તિમાં ધકેલી
પીડિતાએ પોલીસ સમક્ષ જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. આરોપી અજફારુલ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે. પીડિતાનો આરોપ છે કે અજફારુલ અને તેના ભાઈએ અત્યાર સુધીમાં અંદાજે ૩૦૦ છોકરીઓને આવી જ રીતે પ્રેમમાં ફસાવી છે. તેઓ છોકરીઓના વાંધાજનક વીડિયો બનાવી લેતા અને પછી તેમને બ્લેકમેલ કરીને દેશ-વિદેશમાં વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેતા હતા. આ ઘૃણાસ્પદ ગુનામાં તેનો આખો પરિવાર સામેલ હતો.
પોલીસની કાર્યવાહી: 8 સામે FIR, મુખ્ય આરોપીની ધરપકડ
પીડિતાની હિંમતને કારણે આ આખું રેકેટ ખુલ્લું પડ્યું છે. કોતવાલી પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ હિસ્ટ્રીશીટર અજફારુલ હક ઉર્ફે પ્રિન્સ સહિત ૮ લોકો સામે FIR નોંધી છે. નાયબ પોલીસ અધિક્ષક સત્યેન્દ્ર ભૂષણ તિવારીએ જણાવ્યું કે, મુખ્ય આરોપીની ધરપકડ કરી તેને જેલ મોકલી દેવાયો છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
