News of Saturday, 31st January 2026
એપસ્ટીન ફાઇલ્સમાં બિલ ગેટ્સ પર ચોંકાવનારા આરોપો: 'રશિયન યુવતીઓ અને ગુપ્ત બીમારી'ના દાવા પર ગેટ્સનો જોરદાર વળતો પ્રહાર!
ગંભીર આરોપો વચ્ચે બિલ ગેટ્સ ગર્લફ્રેન્ડ પૌલા હર્ડ સાથે ઓસ્ટ્રેલિયન ઓપન નિહાળતા જોવા મળ્યા; પ્રવક્તાએ તમામ દાવાઓને ગણાવ્યા 'અત્યંત વાહિયાત'.

મેલબોર્ન: ટેક દિગ્ગજ બિલ ગેટ્સ ફરી એકવાર જેફરી એપસ્ટીન સાથેના સંબંધોને લઈને વિવાદોના વમળમાં ફસાયા છે. અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ફાઇલ્સમાં એપસ્ટીને લખેલા કેટલાક ચોંકાવનારા ઈમેઈલ્સ સામે આવ્યા છે, જેમાં ગેટ્સના અંગત જીવન અને રશિયન યુવતીઓ સાથેના કથિત સંબંધો અંગે ગંભીર દાવા કરવામાં આવ્યા છે.
શું છે ઈમેઈલ્સમાં થયેલા દાવા?
જાહેર થયેલા દસ્તાવેજોમાં ૧૮ જુલાઈ, ૨૦૧૩ના રોજ એપસ્ટીને પોતાને જ મોકલેલા એક ડ્રાફ્ટ ઈમેઈલનો સમાવેશ થાય છે. આ ઈમેઈલમાં નીચે મુજબના ગંભીર આક્ષેપો છે:
• બિલ ગેટ્સ રશિયન યુવતીઓ સાથે સંબંધ ધરાવતા હતા.
• તેમને જાતીય સંક્રમિત રોગ (STD) થયો હતો, જેના માટે તેમણે એન્ટિબાયોટિક્સ માંગી હતી.
• એપસ્ટીને દાવો કર્યો હતો કે ગેટ્સે આ દવાઓ તેમની પત્ની મેલિન્ડાને 'ગુપ્ત રીતે' આપવા માટેની વ્યવસ્થા કરી હતી.
• ઈમેઈલ મુજબ, એપસ્ટીને ગેટ્સના સલાહકાર બોરિસ નિકોલિકનું રાજીનામું પણ તૈયાર કરી રાખ્યું હતું, જેમાં ગેટ્સને ડ્રગ્સ મેળવવામાં મદદ કરવા જેવા નૈતિક રીતે અયોગ્ય કામોનો ઉલ્લેખ હતો.
બિલ ગેટ્સનો પક્ષ: 'બધું જ ખોટું અને વાહિયાત છે'
આ ખુલાસાઓ બાદ બિલ ગેટ્સના પ્રવક્તાએ 'ડેઈલી મેલ'ને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, "આ દસ્તાવેજોમાં કરાયેલા તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને વાહિયાત છે. આ માત્ર એપસ્ટીનની હતાશા દર્શાવે છે કે ગેટ્સે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. એપસ્ટીન ગમે તે હદે જઈને ગેટ્સને બદનામ કરવા માંગતો હતો."
વિવાદો વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનનો આનંદ
આ ગંભીર આરોપોના બીજા જ દિવસે બિલ ગેટ્સ તેમની ગર્લફ્રેન્ડ પૌલા હર્ડ સાથે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ફાઈનલ નિહાળતા જોવા મળ્યા હતા. તેઓ આર્યના સબાલેન્કા અને એલેના રાયબાકીના વચ્ચેની મહિલા સિંગલ્સ ફાઈનલનો આનંદ માણતા કેમેરામાં કેદ થયા હતા. નોંધનીય છે કે ગેટ્સે અગાઉ સ્વીકાર્યું હતું કે તેમને એપસ્ટીન સાથે મુલાકાત કરવાનો પસ્તાવો છે.
અન્ય દિગ્ગજોના નામ પણ ઉછળ્યા
તાજેતરની ફાઇલ્સમાં માત્ર બિલ ગેટ્સ જ નહીં, પણ એલોન મસ્ક અને મેલાનિયા ટ્રમ્પના નામ પણ જોવા મળ્યા છે. એલોન મસ્ક અને એપસ્ટીન વચ્ચે આઇલેન્ડ પર પાર્ટી યોજવા અંગેના ઈમેઈલ્સ સામે આવ્યા છે, જ્યારે મેલાનિયા ટ્રમ્પે ઘિસ્લેન મેક્સવેલને મોકલેલા પત્રો પણ ચર્ચાનો વિષય બન્યા છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
