<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

મુંબઈગરાની લાઈફલાઈનનો ચહેરોમહોરો બદલાશે :100 નવી લોકલ ટ્રેન મળશે : એસી ટ્રેનો પણ દોડાવાશે ; ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ

પ્રાથમિક અંદાજ પ્રમાણે 2030 સુધી આશરે 2030 નોન એસી લોકલ ટ્રેનની આવશ્યકતા ઊભી થશે અને એને કારણે રેલવે દ્વારા નોન એસી લોકલ ટ્રેનોની સંખ્યા ટકાવી રાખવા પર પણ ભાર

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને આવનારા સમયમાં આ લાઈફલાઈનનો ચહેરોમહોરો બદલાવવા જઈ રહ્યો છે. રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે હજારો કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આ બધા વચ્ચે આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આમ આદમીના ખિસ્સાને પોષાય એવી નોન એલી લોકલ સેવા કાયમ રાખવા માટે રેલવે દ્વારા નિયોજન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈના સબર્બન રેલવે નેટવર્કમાં કેટલીય એવી લોકલ ટ્રેનો છે કે જેમને સેવામાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે. પ્રવાસીઓની સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ જરૂરી છે અને રેલવે દ્વારા આ લોકલ ટ્રેનોની જગ્યાએ નવી લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે દ્વારા આગામી કાળમાં કેટલી નોન એસી લોકલ દોડાવવાની જરૂર પડશે, એનો સવિસ્તર અહેવાલ રેલવે પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પ્રવાસીઓ 100 નવી લોકલ ટ્રેનો મળે એવી શક્યતા છે.

 

મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (એમઆરવીસી દ્વારા) 238 નવી એસી લોકલ ટ્રેનો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એમાંથી પહેલી એસી લોકલ ટૂંક સમયમાં દોડાવવામાં આવશે.  એસી લોકલની સંખ્યામાં વધારો કરવામાં આવશે તો સર્વસામાન્ય પ્રવાસીઓને પોષાય એવી નોન એસી લોકલ ટ્રેનોની બંધ ન થાય એની તકેદારી રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે.

પ્રાથમિક અંદાજ પ્રમાણે 2030 સુધી આશરે 2030 નોન એસી લોકલ ટ્રેનની આવશ્યકતા ઊભી થશે અને એને કારણે રેલવે દ્વારા નોન એસી લોકલ ટ્રેનોની સંખ્યા ટકાવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવે દ્વારા હાલમાં દરરોજ 1820 સર્વિસ દોડાવવામાં આવે છે. પશ્ચિમ રેલવે પાસે હાલમાં 1406 સર્વિસ દોડાવવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને રેલવે દ્વારા 12 ડબાની ટ્રેનને ભવિષ્યમાં 15 ડબાની કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.

(10:20 PM IST)