હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બજેટ 2026: આ વખતે 'વહીખાતું' નહીં પણ ભારતનું ભવિષ્ય લખાશે, 75 વર્ષની પરંપરા તૂટશે!
નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે રજૂ કરશે બજેટનો નવો 'અવતાર'; માત્ર એક વર્ષ નહીં પણ દાયકાઓનો રોડમેપ જોવા મળશે

નવી દિલ્હી: ભારત સરકાર આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહી છે. પરંતુ આ વખતનું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં હોય. સરકારી સૂત્રોનું માનીએ તો, આ વર્ષનું બજેટ છેલ્લા 75 વર્ષના ઈતિહાસમાં સૌથી અલગ અને ખાસ સાબિત થવાનું છે. અત્યાર સુધી જે બજેટ માત્ર આગામી ૧૨ મહિનાના ખર્ચ અને આવકનો હિસાબ રહેતું હતું, તે હવે ભારતના લાંબા ગાળાના આર્થિક વિઝનને રજૂ કરશે.
ભાગ B માં થશે 'ખેલ', દુનિયાની નજર આ દસ્તાવેજ પર
સામાન્ય રીતે બજેટ ભાષણના બે ભાગ હોય છે: ભાગ A (યોજનાઓ અને ફાળવણી) અને ભાગ B (ટેક્સ અને ડ્યુટી). અત્યાર સુધી ભાગ A લાંબો અને વિગતવાર રહેતો હતો, જ્યારે ભાગ B માં માત્ર કરવેરાની જાહેરાતો જ થતી હતી. પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ ભાગ B પર વિશેષ ભાર મૂકશે. આ વિભાગમાં માત્ર ટૂંકા ગાળાની જાહેરાતો જ નહીં, પણ આગામી વર્ષોમાં ભારતની આર્થિક વિચારસરણી કેવી હશે અને ભારત પોતાની સ્થાનિક ક્ષમતાઓને વિશ્વ સમક્ષ કેવી રીતે રજૂ કરશે, તેનો વિગતવાર રોડમેપ હશે.
શું બદલાશે તમારા માટે?
ગયા વર્ષના બજેટમાં કૃષિ, MSME અને રોકાણ પર ધ્યાન આપવામાં આવ્યું હતું, પરંતુ 2026નું બજેટ ભારતને 'ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ' બનાવવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભાગ B માં કરવેરા ઉપરાંત એવી નીતિઓની જાહેરાત થઈ શકે છે જે વિદેશી રોકાણને આકર્ષવામાં અને નિકાસ વધારવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.
શા માટે આ બજેટ ઐતિહાસિક છે?
આ બજેટ ખાસ છે કારણ કે તે ભારતની અર્થવ્યવસ્થાને માત્ર સંભાળવા માટે નહીં પણ તેને નવી ગતિ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે આગામી દાયકા માટે ભારતની આર્થિક શક્તિ અને પ્રાથમિકતાઓનું પ્રતિબિંબ હશે. વિશ્વભરના નિષ્ણાતો આતુરતાથી ભાગ B ની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમાં 'મેક ઇન ઇન્ડિયા' અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે ટેક્સ સંબંધિત મોટી રાહતો અને નવી વ્યુહરચના હોઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
