News of Saturday, 31st January 2026
નિપાહ વાયરસનો આતંક: 19 વર્ષ પછી વાયરસનું ઘાતક પુનરાગમન, વિશ્વભરમાં 'હાઈ એલર્ટ'!
કોરોના જેવો ફફડાટ: ચીન, અમેરિકા અને યુકે સહિતના દેશોમાં એરપોર્ટ સ્ક્રીનિંગ શરૂ; 10 માંથી 7 દર્દીઓના મોતની આશંકાથી ફેલાયો વૈશ્વિક ભય

કોલકાતા: વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું છે ત્યાં વધુ એક ભયાનક વાયરસ 'નિપાહ' (Nipah Virus) એ દસ્તક આપી છે. ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં 19 વર્ષના લાંબા અંતરાલ બાદ આ વાયરસના કેસ જોવા મળતા જ વિશ્વભરની આરોગ્ય સંસ્થાઓ હરકતમાં આવી ગઈ છે. નિપાહ વાયરસ એટલો ખતરનાક માનવામાં આવે છે કે તેનો મૃત્યુદર (Fatality Rate) ખૂબ જ ઊંચો છે, જે હવે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.
શા માટે નિપાહને 'કોરોનાનો પિતરાઈ' કહેવામાં આવે છે?
નિપાહ વાયરસના પ્રકોપને નિષ્ણાતો 'નવી રોગચાળો જોખમ 2026' તરીકે જોઈ રહ્યા છે. આ વાયરસના સંપર્કમાં આવતા 10 માંથી 7 લોકોના મૃત્યુ થવાની સંભાવના રહેલી છે. તે માત્ર ઝડપથી ફેલાતો જ નથી, પરંતુ અત્યંત ઘાતક પણ છે. આ જ કારણ છે કે વિકસિત દેશોએ પણ થર્મલ સ્ક્રીનિંગ અને સ્કેનિંગ જેવી પ્રક્રિયાઓ ફરી શરૂ કરી દીધી છે.
વિશ્વના દેશોમાં કડક નિયમો લાગુ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વેપાર બંધ ન કરવાની સલાહ આપી હોવા છતાં, ડરના માર્યા અનેક દેશોએ પોતાની સરહદો પર તકેદારી વધારી દીધી છે:
• પાકિસ્તાન: એરપોર્ટ અને દરિયાઈ બંદરો પર 21 દિવસનો ટ્રાવેલ હિસ્ટ્રી માંગવામાં આવી રહ્યો છે.
• ચીન, અમેરિકા અને યુકે: આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શંકાસ્પદ લક્ષણો ધરાવતા મુસાફરોને તાત્કાલિક ક્વોરેન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
• દક્ષિણ-પૂર્વ એશિયા: થાઇલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને મલેશિયાએ પણ એરપોર્ટ સ્ક્રીનિંગ કડક બનાવ્યું છે.
પશ્ચિમ બંગાળથી શરૂ થયેલો પ્રકોપ
આ વાયરસ એક 'ઝૂનોટિક' રોગ છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. ભારતના પશ્ચિમ બંગાળમાં આ કેસ સામે આવ્યા બાદ પાડોશી દેશોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય નિષ્ણાતો લોકોને ફળ ખાતા પહેલા તેને વ્યવસ્થિત ધોવા અને શંકાસ્પદ લક્ષણો (જેવા કે તીવ્ર તાવ, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ) જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવા સલાહ આપી રહ્યા છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
