News of Sunday, 1st February 2026
બજેટ ૨૦૨૬: સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બજેટ પર લાગી અંતિમ મહોર

નવી દિલ્હી: દેશના અર્થતંત્ર માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. વર્ષ ૨૦૨૬-૨૭ નું કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલાં, સંસદ ભવન સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક શરૂ થઈ હતી. આ બેઠક બજેટ પ્રક્રિયાનો એક અનિવાર્ય અને બંધારણીય ભાગ છે.
બેઠકની મુખ્ય વિગતો અને અપડેટ્સ:
* બજેટને સત્તાવાર મંજૂરી: આ કેબિનેટ બેઠકનો મુખ્ય એજન્ડા નાણામંત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલા બજેટના દસ્તાવેજોને સત્તાવાર મંજૂરી આપવાનો છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરી શકે છે..
* વડાપ્રધાનનું આગમન: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. તેમની સાથે સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને અન્ય વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત છે.
* રાષ્ટ્રપતિની મુલાકાત બાદ બેઠક: પરંપરા મુજબ, આ પહેલાં નાણામંત્રીએ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી લીધી હતી. ત્યાંથી તેઓ સીધા સંસદ ભવન પહોંચ્યા હતા જ્યાં અત્યારે આ કેબિનેટ બેઠક ચાલી રહી છે.
* ડિજિટલ બજેટ (ટેબ્લેટ): નાણામંત્રીના હાથમાં લાલ રંગના કવર વાળું 'ટેબ્લેટ' જોવા મળ્યું હતું, જે દર્શાવે છે કે સરકાર 'પેપરલેસ બજેટ'ની પરંપરાને આગળ વધારી રહી છે.
૧૧ વાગ્યે બજેટ ભાષણ શરૂ:
કેબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ, ઠીક સવારે ૧૧ વાગ્યે નાણામંત્રી લોકસભામાં વર્ષ ૨૦૨૬ નું બજેટ રજૂ કરી રહ્યા છે અને પોતાનું ભાષણ શરૂ કરી દીધું છે.
સોના-ચાંદીના કડાકા વચ્ચે બજેટ પર નજર:
આજે સવારે જ એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીમાં લોઅર સર્કિટ અને ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે આ બજેટમાં બુલિયન માર્કેટ માટે કસ્ટમ ડ્યુટી અંગે શું જાહેરાત થાય છે તેના પર આખા દેશના બજારોની નજર મંડાયેલી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
