News of Sunday, 1st February 2026
કેન્દ્રીય બજેટ: સવારે ૧૧.૫૦: ગુજરાતને બજેટમાં બમ્પર ભેટ
જામનગરમાં 'ડબલ્યુએચઓ' ગ્લોબલ સેન્ટર અને સુરતને ફ્રેટ કોરિડોરનો લાભ: આયુર્વેદ માટે ૩ નવા 'એઈમ્સ' અને ૭ હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે ગુજરાત અને દેશના હેલ્થકેર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે દિલ ખોલીને જાહેરાતો કરી છે. આયુર્વેદના ગ્લોબલ પ્રચારથી લઈને હાઈસ્પીડ ટ્રેનોની ભેટ દેશવાસીઓને મળી છે.
બજેટના મુખ્ય આકર્ષણો (હાઈલાઈટ્સ):
* ગુજરાત: જામનગરમાં 'ડબલ્યુએચઓ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર' બનાવવામાં આવશે.
* હેલ્થ: આયુર્વેદ માટે દેશમાં ૩ નવા 'એઈમ્સ' બનાવવામાં આવશે.
* રેલવે: દેશમાં ૭ હાઈસ્પીડ રેલ કોરિડોર બનશે.
* શહેરી વિકાસ: ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ૧૨.૨ લાખ કરોડનું ફંડ.
* ઉદ્યોગ: ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ માટે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી.
૧. આયુર્વેદ અને ગુજરાત માટે ગૌરવ
નાણામંત્રીએ સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે મોટી જાહેરાતો કરી છે. જામનગરમાં 'ડબલ્યુએચઓ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર' બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત:
* દેશમાં આયુર્વેદ માટે ૩ નવા 'એઈમ્સ' સ્થપાશે.
* હાઈ ક્વાલિટી આયુર્વેદિક પ્રોડક્ટ્સનો એક્સપોર્ટ વધારવામાં આવશે.
* આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નેશનલ લેબ્સ બનાવવામાં આવશે.
* આવતા પાંચ વર્ષમાં ૧ (એક) લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ અને ૧.૫ (દોઢ) લાખ કેર ગીવર્સને ટ્રેનિંગ અપાશે.
૨. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેની રફ્તાર
કનેક્ટિવિટી માટે સરકારે ૭ (સાત) હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે, જેમાં મુંબઈ-પુણે, હૈદરાબાદ-બેંગલુરુ અને સિલિગુડી-વારાણસી જેવા રૂટ સામેલ છે. કાર્ગો મુવમેન્ટ માટે પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટે 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' ની સ્કીમ લોન્ચ કરાઈ છે.
વારાણસી અને પટના ખાતે વોટરવેઝ (જળમાર્ગ) ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ થશે.
૩. શહેરી વિકાસ અને મેડિકલ ટુરિઝમ
સરકાર દેશને 'મેડિકલ ટુરિઝમ હબ' બનાવવા જઈ રહી છે. શહેરી વિકાસ માટે, ખાસ કરીને ૫ (પાંચ) લાખથી વધુ વસ્તી ધરાવતા ટિયર-૨ અને ટિયર-૩ શહેરો માટે ૧૨.૨ (બાર પોઈન્ટ બે) લાખ કરોડ રૂપિયાનું જંગી આવંટન કરવામાં આવશે.
૪. ઉદ્યોગ જગત: ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્સટાઈલ
* ઇલેક્ટ્રોનિક્સ: ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ માટે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) કરોડની જોગવાઈ અને સેમીકંડક્ટર મિશન માટે વિશેષ સપોર્ટ. હાઈ ટેક ટૂલ રૂમ્સ દ્વારા ટનલ બોરિંગ મશીનથી લઈ ફાયર ફાઈટિંગ સિસ્ટમ્સ બનાવાશે.
* ટેક્સટાઈલ: મેગા ટેક્સટાઈલ પાર્ક, નેશનલ ફાઈબર સ્કીમ અને હેન્ડલૂમ પોલિસી દ્વારા કારીગરોને મદદ અપાશે.
* એમએસએમઈ : માઈક્રો ઇન્ટરપ્રાઇઝ માટે 'સેલ્ફ રિલાયન્ટ ઈન્ડિયા ફંડ' અને લિક્વિડિટી સપોર્ટ મિકેનિઝમ.
૫. ખનિજ સંપત્તિ
ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં 'રેર અર્થ મટીરીયલ' માટે ડેડિકેટેડ ફેસિલિટી અને મિનરલ પાર્ક બનાવવામાં આવશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
