News of Sunday, 1st February 2026
બજેટ ૨૦૨૬: સામાન્ય જનતા માટે મિશ્ર પ્રતિસાદ, ટેક્સ સ્લેબ યથાવત પણ કેન્સરની દવાઓ અને વિમાન ઇંધણ થશે સસ્તું
> વિકાસનો નવો અધ્યાય: ટેક્સમાં કોઈ ફેરફાર નહીં, પણ આધુનિક ભારત માટે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મજબૂત પાયો!

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટમાં ટેક્સપેયર્સને સીધી રાહત આપવાને બદલે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બજેટની તમામ મોટી જાહેરાતો નીચે મુજબ છે:
બજેટ ૨૦૨૬ની હાઈલાઈટ્સ:
* ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં: નોકરિયાત વર્ગને આશા હતી કે ટેક્સમાં રાહત મળશે, પરંતુ ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, ITR રિવાઈઝ કરવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવીને ટેક્સપેયર્સને થોડી વહીવટી રાહત અપાઈ છે.
* મોંઘવારીમાં રાહત: કેન્સરની ૧૭ મહત્વની દવાઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. આ સિવાય બેટરી અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (વિમાનનું ઈંધણ) સસ્તું થવાથી મુસાફરી અને ટેકનોલોજી ક્ષેત્રે ફાયદો થશે.
* ખેતી માટે AI ક્રાંતિ: ખેડૂતો માટે 'ભારત વિસ્તાર' નામનું AI ટૂલ લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે, જે હવામાન અને પાકની સચોટ માહિતી આપશે.
* સુરત માટે મોટી ભેટ: સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે સ્પેશિયલ 'ફ્રેઇટ કોરિડોર' બનાવવામાં આવશે, જેનાથી સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને મોટો વેગ મળશે.
* શિક્ષણ અને રોજગાર: ૧૫,૦૦૦ સ્કૂલો અને ૫૦૦ કોલેજોમાં 'કન્ટેન્ટ ક્રિએટર લેબ' બનાવવામાં આવશે. મહિલાઓ માટે 'SHE માર્ટ' યોજના દ્વારા સ્વ-સહાય જૂથોને મજબૂત કરવામાં આવશે.
* નવા જળમાર્ગો અને હાઈ-સ્પીડ ટ્રેન: દેશમાં ૨૦ નવા જળમાર્ગો અને ૭ નવી હાઈ-સ્પીડ રેલ કોરિડોર (જેમાં મુંબઈ-પુણે સામેલ છે) વિકસાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
આ બજેટ દ્વારા સરકાર ટેકનોલોજી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
