<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

દેશની આર્થિક સ્થિતિ: અર્થતંત્ર મજબૂત: રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) કાબૂમાં આવી રહી છે અને તેમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે: ૨૦૨૬-૨૭ માં ૪.૩ ટકા રહેવાનો અંદાજ: નિર્મલા સીતારામન

નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું કે સરકાર ખાધ ઘટાડવામાં સફળ રહી છે. રાજકોષીય ખાધ કાબૂમાં આવી રહી છે અને તેમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

સરકાર દેશની આર્થિક તંદુરસ્તી સુધારવા તરફ આગળ વધી રહી છે. નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું કે રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) કાબૂમાં આવી રહી છે અને તેમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

 

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં આર્થિક આંકડાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર ખાધ ઘટાડવામાં સફળ રહી છે. બજેટ વર્ષ ૨૦૨૬-૨૭ (બે હજાર છવ્વીસ-સત્તાવીસ) માટે રાજકોષીય ખાધ જીડીપીના ૪.૩% (ચાર પોઈન્ટ ત્રણ ટકા) રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ (બે હજાર પચ્ચીસ-છવ્વીસ) માં આ આંકડો ૪.૪% (ચાર પોઈન્ટ ચાર ટકા) હતો. આમ, અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે અને ખાધમાં હળવો ઘટાડો આવ્યો છે.

(1:06 PM IST)