News of Sunday, 1st February 2026
બજેટ ૨૦૨૬ કૃષિ વિશેષ: ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર
જગતના તાતને બજેટની ભેટ: કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ૩ લાખથી વધારીને ૫ લાખ કરાઈ

નાણામંત્રીએ ખેડૂતોને લોન લેવામાં મોટી રાહત આપી છે. કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો વધુ રકમની લોન સરળતાથી લઈ શકશે.
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેતી માટે ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી જે ૩ લાખ રૂપિયાની લિમિટ હતી તે વધારીને હવે ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. આના કારણે ચોમાસા પહેલા બિયારણ અને ખાતર ખરીદવા માટે ખેડૂતોના હાથમાં હવે વધારે રોકડ રકમ આવશે. સમયસર લોન ભરપાઈ કરનાર ખેડૂતોને વ્યાજમાં સબસિડી પણ ચાલુ રાખવામાં આવી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
