ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Sunday, 1st February 2026
પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી: ખેતી હવે હાઈટેક થશે: ૧ કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે મદદ મળશે; ૧૦ હજાર બાયો ઈનપુટ સેન્ટર ખૂલશે
સરકારે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અને પ્રાકૃતિક ખેતી વધારવા પર ભાર મૂક્યો છે. આ માટે દેશભરમાં નવા સેન્ટરો ખોલવામાં આવશે અને ખેડૂતોને સીધી મદદ મળશે.

સંસદમાં નાણામંત્રી સીતારામણે જણાવ્યું કે સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે. આગામી ૨ વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ સાથે જોડવામાં આવશે. આ માટે સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગમાં સરકાર મદદ કરશે. રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાં જ્યાં ઓર્ગેનિક ખેતી વધી રહી છે ત્યાં આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત ખાતર અને દવાઓ માટે ૧૦ હજાર જેટલા બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર સ્થાપવાની પણ જાહેરાત થઈ છે જેથી ખેડૂતોને ઘરઆંગણે જ ઓર્ગેનિક ખાતર મળી રહેશે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
