<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બપોરે ૧.૧૧ વાગ્યે: બજારમાં જબરદસ્ત રિકવરી: શેરબજારમાં ભારે વોલેટિલિટી: સેન્સેક્સમાં ૨૩૦૦ પોઈન્ટના કડાકા બાદ નીચલા લેવલેથી શાનદાર રિકવરી; હાલ ૬૦૦ પોઈન્ટ માઈનસ

બજેટના દિવસે શેરબજારમાં રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સવારે ભારે વેચવાલી બાદ બપોરે બજારમાં યુ ટર્ન જોવા મળ્યો છે. નીચલા મથાળેથી લેવાલી નીકળતા મોટા કડાકામાંથી બજાર ઘણું રિકવર થયું છે.

બજેટની જાહેરાતો વચ્ચે શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી છે. બપોરે ૧ વાગીને ૧૧ મિનિટે મળતા અહેવાલ મુજબ ભારતીય શેરબજારમાં મોટા કડાકા બાદ રિકવરી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અત્યારે સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ નીચલા સ્તરેથી સુધરીને અત્યારે ૨૧૯ પોઈન્ટ માઈનસ ચાલી રહ્યો છે. 

બજારના જાણકારોના મતે બજેટની જાહેરાતો પચાવીને હવે વેલ્યુ બાઈંગ નીકળ્યું છે જેના કારણે પેનિક સેલિંગ અટક્યું છે.

(1:33 PM IST)