<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

સવારનું સેશન અને પેનિક: રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા: એક સમયે સેન્સેક્સ ૨૩૦૦ અને નિફ્ટી ૭૫૦ પોઈન્ટ તૂટ્યા હતા

સવારના સત્રમાં બજેટ ભાષણ દરમિયાન અચાનક આવેલી વેચવાલીએ બજારનો કડૂસલો બોલાવી દીધો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલતા ચારેતરફ ગભરાટ ફેલાયો હતો.

આજે દિવસ દરમિયાન એક સમયે શેરબજારમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. બજેટની અમુક જાહેરાતોથી નારાજ થઈને બજાર એક સમયે ૨૩૦૦ પોઈન્ટ જેટલું તૂટી ગયું હતું. નિફ્ટીમાં પણ ૭૫૦ પોઈન્ટનો જંગી ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે મિનિટોમાં જ રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું હતું. જોકે ત્યારબાદ ધીમે ધીમે સમજણપૂર્વકની લેવાલી નીકળતા બજારે ફરીથી બાઉન્સ બેક કર્યું હતું અને મોટો ઘટાડો પચાવી લીધો હતો.

(1:30 PM IST)