<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

સેક્ટર સ્પેસિફિક એક્શન: બપોરે ૧.૧૧: બેન્કિંગ શેરોમાં હજુ પણ નરમાઈ: જ્યારે આઈ ટી સેક્ટરે બજારને ટેકો આપ્યો

બજારને રિકવર કરવામાં આઈ ટી શેરોનો મોટો ફાળો રહ્યો છે. બીજી તરફ બેન્ક નિફ્ટી હજુ પણ પ્રેશરમાં છે અને રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે.

સેક્ટર વાઈઝ વાત કરીએ તો બજારને ઉગારવામાં આઈ ટી સેક્ટરે મહત્વની ભૂમિકા ભજવી છે. ટીસીએસ અને ઈન્ફોસીસ જેવા દિગ્ગજ શેરોમાં સુધારો થતા આઈ ટી ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં પરત ફર્યો છે અથવા તો રિકવર થયો છે. બીજી તરફ બેન્કિંગ શેરોમાં હજુ પણ વેચવાલીનું દબાણ છે. બપોરના સમયે પણ બેન્ક નિફ્ટી ૭૫૦ પોઈન્ટ માઈનસ ચાલી રહ્યો હતો. પ્રાઈવેટ અને સરકારી બેન્કોના શેરોમાં પ્રોફિટ બુકિંગ અને પેનિક સેલિંગના કારણે બેન્ક નિફ્ટી અન્ય સેક્ટરની સરખામણીએ વધુ તૂટ્યો છે.

 

(1:31 PM IST)