<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

કરદાતાઓ માટે ઐતિહાસિક નિર્ણય: ટેક્સ ચોરીમાં હવે જેલની સજા નહીં થાય: પેનલ્ટી ભરીને છૂટકારો મળશે: કરદાતાઓ અને વેપારીઓને ઇન્સ્પેક્ટર રાજમાંથી મોટી મુક્તિ

સરકારે કરદાતાઓ અને વેપારીઓને ઇન્સ્પેક્ટર રાજમાંથી મોટી મુક્તિ આપી છે. હવે ટેક્સ ચોરીના કેસમાં જેલની સજાની જોગવાઈ રદ કરવામાં આવી છે અને તેના બદલે દંડની વ્યવસ્થા દાખલ કરાઈ છે.

નાણામંત્રી નિર્મલા સીતારામણે ડાયરેક્ટ ટેક્સના નિયમોમાં મોટો અને મહત્વનો સુધારો જાહેર કર્યો છે. વેપારી આલમ અને કરદાતાઓ માટે આ એક મોટા રાહતના સમાચાર છે. હવે ટેક્સ ચોરી સાબિત થાય તો કરદાતાને જેલની હવા ખાવી પડશે નહીં. સરકારે જેલની સજાને બદલે માત્ર આર્થિક દંડ એટલે કે પેનલ્ટી વસૂલવાનો નિર્ણય લીધો છે. આનાથી વેપારીઓ ભયમુક્ત થઈને ધંધો કરી શકશે. સરકારનો ઉદ્દેશ્ય ટેક્સ સિસ્ટમને વધારે પારદર્શક અને સરળ બનાવવાનો છે.

(1:32 PM IST)