News of Sunday, 1st February 2026
મધ્યમ વર્ગને નિરાશા: નોકરિયાત વર્ગના હાથમાં નિરાશા: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર નહીં; જૂના દરો યથાવત

મધ્યમ વર્ગ અને પગારદાર લોકોની ટેક્સ સ્લેબ વધવાની આશા પર પાણી ફરી વળ્યું છે. નાણામંત્રીએ વર્તમાન ટેક્સ માળખામાં કોઈ બદલાવ કર્યો નથી.
દેશના કરોડો મધ્યમ વર્ગીય કરદાતાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ જ રાહત મળી નથી. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ઈન્કમ ટેક્સના હાલના સ્લેબ યથાવત રહેશે. એટલે કે કરદાતાઓએ ગયા વર્ષના દરો મુજબ જ ટેક્સ ચૂકવવો પડશે. મોંઘવારીને જોતા સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા મુક્તિ મર્યાદા વધશે તેવી ગણતરીઓ ખોટી પડી છે અને નોકરિયાત વર્ગમાં નિરાશા વ્યાપી ગઈ છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
